રિલીઝ થતા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે સલમાન ખાનનું ગીત, જુઓ રોમેન્ટિક VIDEO


ગીતના રિલીઝની જાણકારી સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર વોલ પર આપી છે. તેણે ગીતની યૂટ્યૂબ લીંક પણ શેર કરી છે. 

રિલીઝ થતા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે સલમાન ખાનનું ગીત, જુઓ રોમેન્ટિક VIDEO

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસથી બોલીવુડના દબંગ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ના ફેન્સ તેના નવા ગીતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ગીતના ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હવે આ ફુલ ગીત  'તેરે બિના (Tere Bina)' રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગીત આવવાની સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાલ મચાવી રહ્યું છે. લોકોને સલમાન ખાન અને જેકલીન ફર્નાડીઝનો આ રોમેન્ટિક અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. 

ગીતના રિલીઝની જાણકારી સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર વોલ પર આપી છે. તેણે ગીતની યૂટ્યૂબ લીંક પણ શેર કરી છે. ગીત રિલીઝ થયાની 25 મિનિટમાં બે લાખ વ્યૂ મળી ચુક્યા છે. લૉકડાઉનમાં સલમાને તેના ફેન્સને આ ગીત દ્વારા મનોરંજન પૂરુ પાડ્યુ છે.

ગીત તેરે બિના સલમાન ખાન દ્વારા ડાયરેક્ટ અને તેના અવાજમાં ગાવામાં આવ્યુ છે અને ગીતને તેના મિત્ર અજય ભાટિયાએ કંપોઝ કર્યુ છે અને તેને શબ્બીર અહમદે લખ્યુ છે. 

2 મહિના બાદ ઘરની બહાર નિકળી પ્રિયંકા ચોપડા, માસ્કમાં શેર કરી સેલ્ફી  

તમને જણાવી દઈએ કે સલમાન ખાન (Salman Khan) અને જેકલીન ફર્નાડીઝ  (Jacqueline Fernandez)  પર ફિલ્માવવામાં આવેલા આ લવ સોંગને તેના પનવેલ ફાર્મહાઉસમાં સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તમામ દિશા-નિર્દેશો હેઠળ શૂટ કરવામાં આવ્યું છે. આ પ્રથમવાર છે જ્યારે બંન્ને પોતાની સુપરહિટ ફિલ્મ કિક બાદ એકસાથે ફરીથી સ્ક્રીન શેર કરતા જોવા મળી રહ્યાં છે. બંન્નેનો રોમેન્ટિક અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news