Salman Khan ના ફેન્સે થિયેટરમાં જ ફોડ્યા ફટકાડા અને રોકેટ પછી...

બોલીવુડના દબંગ ખાનની તાજેતરમાં જ ફિલ્મ 'અંતિમ' રિલિઝ થઇ છે. આ ફિલ્મને લઇને ચોતરફ ચર્ચા છે. આ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે સલમાન ખાન (Salman Khan) એ પોતે ફેન્સને કહેવું પડ્યું.

Salman Khan ના ફેન્સે થિયેટરમાં જ ફોડ્યા ફટકાડા અને રોકેટ પછી...

નવી દિલ્હી: બોલીવુડના દબંગ ખાનની તાજેતરમાં જ ફિલ્મ 'અંતિમ' રિલિઝ થઇ છે. આ ફિલ્મને લઇને ચોતરફ ચર્ચા છે. આ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે સલમાન ખાન (Salman Khan) એ પોતે ફેન્સને કહેવું પડ્યું. ફિલ્મ જોતી વખતે જે પ્રકારે કેટલાક લોકોએ એવી એવી હરકતો કરી કે એક્ટરને પણ ગુસ્સો આવી ગયો. 

સિનેમાઘરની અંદર ફોડ્યા ફટાકડા
સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ 'અંતિમ' ધ ફાઇનલ ટ્રુથ' સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. ભાઇજાને પડદા પર જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ સિનેમા ઘરે પહોંચી રહ્યા છે અને અલગ-અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સલમાનની ફિલ્મ જોઇ કેટલાક ફેન્સે થિયેટરની અંદર જ ફટાકડા ફોડવા લાગ્યા. 

સલમાને શેર કર્યો વીડિયો
આ વીડિયોના વાયરલ થયા બાદ સલમાન ખાન (Salman Khan) એ આમ કરનાર ફેનને સોશિયલ મીડિયાના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે વાયરલ થઇ રહેલા વીડિયોને પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરતાં સ્પષ્ટ લખ્યું છે કે થિયેટરની અંદર ફટાકડા ફોડવાનું કામ કરવાથી બચો, કારણ કે તેનું પરિણામ ખૂબ ખતરનાક આવી શકે છે. 

ફેન્સને કરી અપીલ
તેમણે લખ્યું કે તમામ પ્રશંસકોને મારો અનુરોધ છે કે હોલની અંદર ફટાકડા ન લઇ જાવ કારણ કે આ એકદમ ખતરનાક સાબિત થઇ શકે છે, જેથી તમારી સાથે-સાથે અન્ય લોકોના જીવને પણ ખતરામાં મુકવો પડી શકે છે. હું સિનેમાઘરોના માલિકોને પણ અનુરોધ કરું છું કે દર્શકો ફટાકડા લઇ જવાની અનુમતિ ન આપે. પ્રવેશ દ્રાર પર સુરક્ષા તપાસ કરી તેમને આમ કરતાં રોકે. દરેક પ્રકારે ફિલ્મનો આનંદ માણો, તેને એંજોય કરો પરંતુ પ્લીઝ, પ્લીઝ આ પ્રકારના કામોથી બચો. તમામ ફેન્સને મારો આગ્રહ છે....ધન્યવાદ.

ફિલ્મ મેકર વિશે 
એક્ટર દ્રારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે સિનેમાઘર ફૂલ છે અને દર્શકો ફિલ્મને એંજોય કરવાની સાથે-સાથે ફટાકડા પણ ફોડી રહ્યા છે.તમને જણાવી દઇએ કે 'અંતિમ: ધ ફાઇનલ ટ્રૂથ' (Antim) સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાના ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં છે. આ મહેશ માંજરેકર દ્રારા નિર્દેશિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news