સૈફ અલી ખાન 'કહાં હમ કહાં તુમ' શો સાથે પોતાને કેમ કરે છે રિલેટ? જાણો

સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કડ અને અભિનેતા કરણ વી ગ્રોવરની નવી જોડી સાથે ટેલીવિઝન પર એક નવી પ્રેમ કહાની જોવા માટે તૈયાર થઇ જાવ, જે સંદીપ સિકંદના રોમેન્ટિક શો 'કહાં હમ કહાં તુમ'ની સાથે તમારે ટીવી સ્ક્રીન પર એકસાથે આવવા માટે તૈયાર છે. 

સૈફ અલી ખાન 'કહાં હમ કહાં તુમ' શો સાથે પોતાને કેમ કરે છે રિલેટ? જાણો

મુંબઇ: સસુરાલ સિમરના ફેમ દીપિકા કક્કડ અને અભિનેતા કરણ વી ગ્રોવરની નવી જોડી સાથે ટેલીવિઝન પર એક નવી પ્રેમ કહાની જોવા માટે તૈયાર થઇ જાવ, જે સંદીપ સિકંદના રોમેન્ટિક શો 'કહાં હમ કહાં તુમ'ની સાથે તમારે ટીવી સ્ક્રીન પર એકસાથે આવવા માટે તૈયાર છે. 

આગામી શો ''કહાં હમ કહાં તુમ'' બે અલગ-અલગ દુનિયા સાથે સંબંધ રાખનાર બે પાત્રોની કહાની છે, જે પોતાના વ્યસ્ત શેડ્યૂલની સાથે અલગ-અલગ બિઝનેસ સાથે સંબંધ ધરાવે છે. શોના પહેલાં ટ્રેલરમાં સૈફ અલી ખાન દ્વારા ઓન-સ્ક્રીન જોડીનો પરિચય આપવામાં આવ્યો જેને દર્શકોમાં પ્રશ્નો ઉભા કરી દીધા છે જોકે તેમના દિલ એક છે, પરંતુ શું તે એકબીજાને સમજવામાં સફળ થશે, જેમાં બે ડિમાડિંગ કેરિયર હોવાની સાથે-સાથે કોમ્પ્રોમાઇઝની જરૂર છે.

સૈફ અલી ખાન શોના કોન્સેપ્ટથી સંપૂર્ણ પણે પોતાને રિલેટ કરે છે. કારણ કે તે જાણે છે કે પોતાના પરિવાર માટે સમય મેનેજ કરવો કેટલો મુશ્કેલ હોય છે. સાથે જ એ પણ જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ટેલીવિઝન શોમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે, જ્યાં એક્ટર્સ પોતાના જીવનમાં જિમ, જન્મદિવસ અને અન્ય વિશેષ અવસર જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સના આનંદ વંચિત રહી જાય છે. 

વધુ અંતદ્વષ્ટિ શેર કરતાં સૈફ અલી ખાને જણાવ્યું કે કેવી રીતે શૂટીંગ પરથી ઘરે મોડા ફરવામાં તેમને એકદમ અફસોસ મહેસૂસ થાય છે અને તેમનો પુત્ર તૈમૂર તે સમયે સૂઇ ગયો હોય છે જે ડિમાંડિંગ પ્રોફેશન સાથે જીવનને સંતુલન કરવું મુશ્કેલ છે. 

અભિનેતાએ પોતાના માતા-પિતાની કહાની પણ શેર કરી છે જે શોમાં રોહિત અને સોનાક્ષીના જીવન સાથે સંપૂર્ણપણે સંબંધિત છે, અને કેવી રીતે તેમના માતા-પિતા વાસ્તવિક જીવનમાં એકબીજાનું સન્માન અને પ્રેમ કરે છે, આ વાત સૈફ અને તેમના પરિવારે પોતાના માતા-પિતા પાસેથી શીખી છે. ટેલીવિઝન પર એક નવી જોડી સાથે એક તાજી પ્રેમ કહાની સ્ટાર પ્લસ પર રજૂ થવા માટે તૈયાર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news