રોમાન્સ કરતા પ્રભાસ-શ્રદ્ધાના રોમાંચક ગીતનું teaser થયું લોન્ચ, બાહુબલીને પણ ભૂલી જશો

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોના રિલીઝમાં હવે એક મહિનો જ બાકી છે. આવામાં ફિલ્મનું બીજું અને અત્યંત રોમેન્ટિક સોન્ગ ઈન્ની સોનીનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર રિલીઝ થતા જ યંગસ્ટર્સમાં પોપ્યુલર થઈ ગયું છે. થોડી સેકન્ડ્સનું આ ટીઝર લોકોના દિલોદિમાગમાં છવાઈ ગયું છે. 
રોમાન્સ કરતા પ્રભાસ-શ્રદ્ધાના રોમાંચક ગીતનું teaser થયું લોન્ચ, બાહુબલીને પણ ભૂલી જશો

નવી દિલ્હી :પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહોના રિલીઝમાં હવે એક મહિનો જ બાકી છે. આવામાં ફિલ્મનું બીજું અને અત્યંત રોમેન્ટિક સોન્ગ ઈન્ની સોનીનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર રિલીઝ થતા જ યંગસ્ટર્સમાં પોપ્યુલર થઈ ગયું છે. થોડી સેકન્ડ્સનું આ ટીઝર લોકોના દિલોદિમાગમાં છવાઈ ગયું છે. 

આ જબરદસ્ત ગીતના વીડિયોની કેટલીક ઝલક આ ટીઝરમાં નજર આવી રહી છે. જુઓ આ વીડિયો...

સાહોમાં શ્રદ્ધાએ એક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. શ્રદ્ધાએ પોતાના કેરેક્ટર વિશે જણાવ્યું કે, હું પહેલીવાર પોલીસની ભૂમિકા ભજવી રહી છું, જેથી હું આ ફિલ્મ માટે બહુ જ ઉત્સાહી છું. આ એક સ્પેશિયલ ફીલિંગ છે. આ એક સન્માન છે. મારા માટે તે દેશનું પ્રતિનિધિત્વ કરનારો રોલ છે. આ ફિલ્મ 30 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. તે હિન્દી ઉપરાંત, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news