Saaho Box Office Collection Day 3: પ્રથમ વીકેન્ડ પર 'સાહો'નો જલવો, કરી આટલી કમાણી

પ્રથમ વીકેન્ડ પર ફિલ્મની કમાણી જબરદસ્ત રહી છે. પ્રથમ રવિવારે ફિલ્મએ 29-30 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 

Saaho Box Office Collection Day 3: પ્રથમ વીકેન્ડ પર 'સાહો'નો જલવો, કરી આટલી કમાણી

નવી દિલ્હીઃ પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'સાહો'ને પબ્લિક અને ક્રિટિક્સના ભલે રિવ્યૂ વધુ સારા ન મળ્યા હોય પરંતુ પ્રથમ વીકેન્ડ પર તેની કમાણી જોરદાર થઈ રહી છે. ફિલ્મએ કમાણીના મામલામાં પ્રથમ રવિવાર પર કબીર સિંહ, ભારત અને મિશન મંગલ જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. 

બોક્સઓફિસઇન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે, ફિલ્મના હિન્દી વર્ઝને રવિવારે 29-30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તો આ રીતે કુલ મળીને પ્રથમ વીકેન્ડ પર તેની કમાણી 79-80 કરોડ રૂપિયા રહી જે સલમાનની ભારત બાદ બીજા નંબર પર છે. માનવામાં આવી રહ્યું છે કે સોમવારે ગણેશ ચતુર્થીની રજાને કારણે તેનું કલેક્શન સારૂ થશે. 

મહત્વનું છે કે ફિલ્મએ પોતાના ઓપનિંગ ડે પર 24 કરોડની કમાણી કરી અને બીજા દિવસે તેની કમાણી 23.5 કરોડ રહી હતી. આ રીતે પ્રથમ બે દિવસમાં ફિલ્મએ માત્ર હિન્દી વર્ઝનમાં 47.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સુજીતના ડાયરેક્શનમાં બનેલી સાહોમાં નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, ટીનૂ આનંદ અને મુરલી શર્મા જેવા કલાકાર મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news