Anupama એ બનાવ્યો ઈતિહાસ! જાણો Rupali Ganguly કેવી રીતે બની ગઈ ટીવી સિરીયલની Highest Paid Actress

Rupali Ganguly Makes History: રૂપાલી ગાંગુલી હકીકતમાં ટીવીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી બની ગઈ છે. તો તેમાં શંકા કરવા જેવું નથી. કેમ કે અભિનેત્રી આ એચીવમેન્ટ ડિઝર્વ કરે છે. વર્ષોથી શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી રૂપાલી ગાંગુલીએ પોતાની દમદાર અભિનેત્રીથી લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું છે.

Anupama એ બનાવ્યો ઈતિહાસ! જાણો Rupali Ganguly કેવી રીતે બની ગઈ ટીવી સિરીયલની Highest Paid Actress

મુંબઈઃ જો તમે ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીના ફેન છો તમારા માટે ખુશ ખબર છે. જેને સાંભળીને તમે તમારી જાણીતી અભિનેત્રી પર ગર્વ કરશો. જી, હા સમાચાર જ કંઈક એવા છે. ચર્ચા છે કે અનુપમાની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ઈન્ડિયન ટીવીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી બની ગઈ છે.

ટીવીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી બની રૂપાલી ગાંગુલી:
થઈ ગયાને તમે પણ ખુશ. અમને વિશ્વાસ છે કે આ સમાચારે તમારો દિવસ બનાવી દીધો હશે. જોકે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેની અમે પુષ્ટિ કરતા નથી. સૂત્રોના હવાલાથી આ સમાચાર સામે આવ્યા છે. જો રૂપાલી ગાંગુલી હકીકતમાં ટીવીની હાઈએસ્ટ પેઈડ અભિનેત્રી બની ગઈ છે. તો તેમાં શંકા કરવા જેવું નથી. કેમ કે અભિનેત્રી આ એચીવમેન્ટ ડિઝર્વ કરે છે. વર્ષોથી શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી રૂપાલી ગાંગુલીએ પોતાની દમદાર અભિનેત્રીથી લોકોના દિલમાં સ્થાન મેળવી લીધું છે.

મોટા-મોટા સ્ટાર્સને પાછળ છોડ્યા રૂપાલીએ:
બોલીવુડ લાઈફે પોતાની રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી રૂપાલી ગાંગુલીની ફી વધારવાની જાણકારી આપી છે. રિપોર્ટ પ્રમાણે રૂપાલીને પહેલાં પ્રતિ દિવસની ફી 1.5 લાખ રૂપિયા મળતી હતી. હવે અભિનેત્રી પ્રતિ દિવસના ત્રણ લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેની સાથે જ રૂપાલી ગાંગુલી ઈન્ડિયન ટીવીની સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી બની ગઈ છે. તો રૂપાલીએ અનેક યંગ ટેલેન્ટ્સને પાછળ છોડી દીધા છે. અભિનેત્રીને છોડો રૂપાલીએ ટીવીના દિગ્ગજ રામ કપૂર, રોનિત રોય બધાને ફીના મામલે પાછળ છોડી દીધા છે. અટકળ એવી છે કે અભિનેત્રીએ થોડા મહિના પહેલાં જ પોતાની ફી વધારી છે.

રાજન શાહીના શોએ એકતા કપૂરના શોને આપી પછડાટ:
અનુપમામાં રૂપાલી ગાંગુલીના કો-સ્ટાર ગૌરવ ખન્નાને પ્રતિ દિવસના 1.5 લાખ રૂપિયા મળી રહ્યા છે. જ્યારે સુધાંશુ પાંડેને પણ સેમ એમાઉન્ટ મળી રહી છે. રૂપાલી ગાંગુલીનો શો અનુપમા ટીઆરપીમાં ધૂમ મચાવી રહ્યો છે. શો જ્યારથી ઓનએર થયો છે ત્યારથી દર્શકોનો ફેવરિટ બની ગયો છે. રાજન શાહીના આ શોએ ટીવી ક્વીન એકતા કપૂરના મોટા-મોટા શોને પાછળ છોડી દીધા છે. અનુપમાના સુપરહિટ થવા પાછળ સ્ટારકાસ્ટની ઉમદા પરફોર્મન્સની સાથે ક્રિએટર્સની મહેનત પણ છે. રૂપાલી ગાંગુલીના ફેન્સ આ સમાચાર જાણ્યા પછી ખુશખુશાલ છે. હવે જોવાનું એ રહેશે કે અભિનેત્રી તરફથી આ ન્યૂઝ પર શું રિએક્શન આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news