અર્જુન-મહેરના લગ્નજીવનમાં ભંગાણ માટે સુઝાન નહીં પણ આ હોટ હસીના જવાબદાર?

બોલિવૂડના ટોચના કપલમાંથી  એક અર્જુન રામપાલ અને મહેર જેસિયાએ 20 વર્ષના લગ્નજીવન પછી સેપરેટ થવાનં નક્કી કરી લીધું છે 

અર્જુન-મહેરના લગ્નજીવનમાં ભંગાણ માટે સુઝાન નહીં પણ આ હોટ હસીના જવાબદાર?

મુંબઈ : બોલિવૂડના ટોચના કપલમાંથી  એક અર્જુન રામપાલ અને મહેર જેસિયાએ 20 વર્ષના લગ્નજીવન પછી સેપરેટ થવાનં નક્કી કરી લીધું છે અને આ મામલે સત્તાવાર સ્ટેટમેન્ટ પણ આપી દીધું છે. તેમણે નિવેદનમાં જણાવ્યું છે કે અમને લાગે છે કે અમારા માટે આ સમય હવેથી અલગઅલગ દિશામાં આગળ વધવાનો છે. અર્જુન અને મહેરને 16 વર્ષની દીકરી માહિકા અને 13 વર્ષની દીકરી મિહિકા છે. અર્જુન અને મહેરે ભારપુર્વક જણાવ્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેઓ એકબીજાની સાથે જ છે, ખાસ કરીને દીકરીઓ માટે. બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ અને તેની પત્ની મેહર જેસિયામાં અણબનાવ હોવાની લાંબા સમયથી ચર્ચા છે. તેમની વચ્ચેના ખટરાગનું કારણ હૃતિક રોશનની એક્સ વાઇફ સુઝેન ખાનને માનવામાં આવે છે. જોકે હાલમાં અર્જુન સર્બિયાની મોડલ નતાશા સ્ટેન્કોવિચને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા છે. 

Arjun Rampal-Natasa Stankovicડિવોર્સની જાહેરાતના માત્ર 6 દિવસ પછી અર્જુન અને નતાશા સાથે જોવા મળ્યા છે. હકીકતમાં 2017માં આવેલી 46 વર્ષના અર્જુનની 'ડેડી'માં 27 વર્ષની નતાશાએ કામ કર્યું હતું. આ ફિલ્મથી બંને વચ્ચે દોસ્તી જામી ગઈ હતી અને બંને હજી એકબીજાના ટચમાં છે. અર્જુન અને નતાશા વચ્ચે 19 વર્ષનું અંતર છે અને નતાશા 'બિગ બોસ'માં પણ કામ કરી ચૂકી છે. નતાશાના અંગત જીવનની વાત કરીએ તો એ 'યે હે મોહબ્બતેં'ના એક્ટર અલી ગોની સાથે રિલેશનશીપમાં રહી ચૂકી છે અને તેણે ડિરેક્ટર પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'માં પણ આઇટસોન્ગ કર્યું હતું. 

હાલમાં આવેલા કેટલાક રિપોર્ટ પ્રમાણે અર્જુન અને મહેરે તેમના સંબંધોને જાળવી રાખવાના પ્રયાસ કર્યા હતા. તેઓ પોતાના બાળકો સાથે વેકેશન માટે પણ ગયા હતા પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. 2017માં મહેર ચર્ચમાં હતી ત્યારે તેને જાણ થઈ હતી કે અર્જુન અને સુઝાન વચ્ચે સિક્રેટ મિટિંગનો દોર ચાલુ જ છે અને એ હજી અટક્યો નથી. આ વાત જાણીને મહેર સાવ ભાંગી પડી હતી અને મિત્રોની મદદથી માંડમાંડ ઘરે પહોંચી હતી. 

હકીકતમાં 2007-08માં 'રા.વન'ના શૂટિંગ વખતે અર્જુન અને મહેરના લગ્નજીવનમાં તિરાડ પડવાની શરૂ થઈ ગઈ હતી. હકીકતમાં અર્જુન આ ફિલ્મમાં કામ કરવા માગતો હતો પણ મહેરે તેના માટે બહુ વધારે મહેનતાણાની જીદ પકડતા અર્જુનના હાથમાંથી ફિલ્મ તો જતી જ રહી પણ અર્જુન-મહેરના સંબંધો ખાસ મિત્રો શાહરૂખ-ગૌરી સાથે કાયમ માટે વણસી ગયા હતા. અર્જુન અને મહેરે સાથે મળીને 'આઇ સી યુ' નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી જે બોક્સઓફિસ પર સાવ નિષ્ફળ ગઈ હતી. આ ફિલ્મની નિષ્ફળતાને કારણે અર્જુન-મહેરના સંબંધોમાં વધારે તણાવ ઉભો થયો હતો. આમ, આ તમામ કારણોને લીધે આખરે 20 વર્ષ પછી અર્જુન અને મહેરે અલગ થવાનો નિર્ણય લીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news