Mahabharat: 'ચીર હરણ' સીન બાદ સોશિયલ મીડિયામાં છવાઈ Roopa Ganguly, જુઓ લોકોના રિએક્શન
Trending Photos
નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર પ્રચલિત ધાર્મિક સીરિયલ 'મહાભારત' (Mahabharat)નું પ્રસારણ ચાલી રહ્યું છે. બીઆર ચોપડા (BR Chopra)ની 'મહાભારત' દર્શકો માટે ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે. દર્શક સીરિયલને ઘણી પસંદ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી તમે જોયું હશે કે ચૌસર રમતા યુધિષ્ઠર, દ્રોપદીને દાવ પર લગાવે છે અને હારી જાય છે. ત્યારબાદ દ્રોપદી વસ્ત્ર હરણ (ચીર હરણ)નો સીન આવે છે. આ સીન દરમિયાન દ્રોપદી (Draupadi)નો રોલ અદા કરનાર એક્ટ્રેસ રૂપા ગાંગુલીએ શાનદાર એક્ટિંગ કરી છે. આ સીન બાદ રૂપા ગાંગુલી એટલે કે, દ્રોપદી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. તેના ફેન્સે રૂપા ગાંગુલીની ખુબજ પ્રશંસા કરી છે. જુઓ કેટલીક ટ્વિટ...
Shree Krishna was the only man who saved Draupadi Chirharan. Vidur and vikran(young brother of Duryodhan) was the other two men who tried to stop Chirharan. Rest all were Assholes.
Also, @TheRupali has nailed it. No one can play the role of Draupadi better than her. #Mahabharat pic.twitter.com/BFGjVUXHMr
— Ruthless MS (@EngineerMs14) April 20, 2020
#Mahabharat @nitishkrishna8 was just 23 years old when he casted to play Krishna's role in this epic seriel. just like Ramayana this show had aleo broken many recored and people used to leave all important work to watch this. wonderfully played role by him big salute pic.twitter.com/MnNxJGFKhK
— Librandus ki marne wala (@librandu_kumar) April 20, 2020
#Mahabharat
Krishna ji
The courtmen and every person present there was a shame. Today's episode was unbearable. pic.twitter.com/hpg7xZ94Jb
— Staani (@Tanishqa_10) April 20, 2020
@RoopaSpeaks no one become a better draupadi like you!! mam#Mahabharat pic.twitter.com/STNuwKiUm0
— PARTH (@10thwonderparth) April 20, 2020
તમે જાણો છો કે, આ સીન દરમિયાન દ્રોપદીનો રોલ અદા કરનાર એક્ટ્રેસ રૂપા ગાંગુલી (Roopa Ganguly) રડવા લાગી હતી. રૂપા ગાંગુલી (દ્રોપદી)ને શૂટિંગ પહેલા ચીર હરણનો સીન સમજાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે શૂટિંગ શરૂ થઈ અને ડાયલોગ બોલવાના શરૂ કર્યા તો તે રડવા લાગી હતી. અડધા કલાક બાદ જ્યારે તે શાંત થઈ, ત્યારબાદ ફરીથી શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 'મહાભારત'ના એક મેકિંગ વીડિયોમાં ડાયરેક્ટર રવિ ચોપડાએ આ ચીર હરણ સીન વિશે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે