બાળકો પર બનાવેલી ‘ઉડને દો’નું ટ્રેલર તમારા હૃદયના ધબકારા વધારી દેશે તે નક્કી
શોર્ટ ફિલ્મ ઉડને દોની અભિનેત્રી રેવતીએ કહ્યું કે, ફિલ્મો એ સામાજિક મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનું એક સશક્ત માધ્યમ છે. શુક્રવારે ફિલ્મના ટ્રેલરના લોન્ચ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આ વાત કરી હતી
Trending Photos
નવી દિલ્હી : નાના બાળકોની સાથે થનારા યૌન શોષણના સમાચારને કારણે દેશભરના પેરેન્ટ્સના મનમાં ડર ભરાઈ ગયો છે. હવે આ મુદ્દો ઉઠાવનાર ફિલ્મ ‘ઉડને દો’ રિલીઝ થવાની છે. શનિવારે આ શોર્ટ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં 90ના જમાનાની એક્ટ્રેસ રેવતીએ સ્કૂલ પ્રિન્સીપાલનું પાત્ર ભજવ્યું છે.
શોર્ટ ફિલ્મ ઉડને દોની અભિનેત્રી રેવતીએ કહ્યું કે, ફિલ્મો એ સામાજિક મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનું એક સશક્ત માધ્યમ છે. શુક્રવારે ફિલ્મના ટ્રેલરના લોન્ચ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આ વાત કરી હતી. આ ટ્રેલર વિશે એમ કહી શકાય કે, 2 મિનીટનું આ ટ્રેલર તમારા રુંવાડા ઉભા કરી દેવા માટે પૂરતું છે. જો તમે કોઈ બાળકીના પિતા છો, તો તમારા બાળકની સુરક્ષા માટે તમને આ ફિલ્મ બહુ જ મદદગાર સાબિત થઈ શકશે.
ફિલ્મ ‘ઉડને દો’ બાળકોની સાથે થતા દુષ્કર્મ વિશે જાગૃતતા ફેલાવવા માટે બનાવવામાં આવી છે. જેમાં રેવતી સ્કૂલ પ્રિન્સીપાલની ભૂમિકામાં હશે. રેવતીએ કહ્યું કે, જો ફિલ્મ જગત સાથે જોડાયેલી હસ્તીઓ આ મુદ્દા પર વાતચીત કરે છે, તો તેમની વાત લોકો સુધી પહોંચે છે. મને ખુશી છે કે હું આ ફિલ્મનો ભાગ છું.
તેમણે કહ્યું કે, હું ખુદ 5 વર્ષની દીકરીની માતા છું, અને અનેકવાર દુષ્કર્મની વાતને લઈને મને સંકોચ અનુભવાય છે. આવામાં હુ ખુદ અસમંજસમાં પડી જાઉ છું કે કેવી રીતે મારી દીકરીને સારા અને ખરાબ સ્પર્શ વિશે સમજાવી શકું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે