DeepVeer Wedding : ‘દીપવીર’ના લગ્નની તસવીરોએ બનાવ્યો નવો રેકોર્ડ ! 

રણવીર સિંહ અને દીપિકાના લગ્નની પહેલી તસવીર સામે આવી છે

DeepVeer Wedding : ‘દીપવીર’ના લગ્નની તસવીરોએ બનાવ્યો નવો રેકોર્ડ ! 

મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમના લગ્નની તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ તસવીરોની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. રણવીર અને દીપિકાના ઇટાલીના લેક કોમો ખાતે કોંકણી અને સિંધી રિવાજોથી લગ્ન થયા હતા. 

રણવીર અને દીપિકાના લગ્નની આ તસવીરો વાઇરલ થઈ છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેયર કરેલી તસવીરને એક કલાકમાં 40 લાખથી વધારે લાઇક મળ્યા છે. રણવીર સિંહે શેયર કરેલી તસવીરને માત્ર 6 લાખ લાઇક મળ્યા હતા. 12 કલાક પછી લગ્નની તસવીરને 4,813,023 likes મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિવાય આ બંનેએ લગ્નની તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી. રણવીર સિંહે શેયર કરેલી તસવીરને 3,287,111 likes મળ્યા છે. 

A post shared by Deepika Padukone (@deepikanpadukone) on

ચાહકોના આવા પ્રેમનો પુરાવો 2017ના ડિસેમ્બરમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન વખતે પણ જોવા મળ્યો હતો. આ બંનેની તસવીરને 15 કલાકની અંદર 25 લાખ લાઇક્સ મળી  હતી. જોકે હવે દીપિકા-રણવીરની તસવીરે વિરૂષ્કાને પાછળ મૂકી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news