BIRTHDAY SPECIAL: રાની રોજ તેના પતિ આદિત્ય ચોપડા પર કરે છે ગાળોનો વરસાદ, જાણો કારણ
બોલિવૂડ અભિનેત્રી રાની મુખરજી ગત બે વર્ષમાં ફિલ્મ હિચકી અને મર્દાની 2થી પોતાની કેરિયરની દમદાર ઈનિંગ રમી રહી છે. 90ના દાયકામાં બધાના હ્રદય પર રાજ કરનારી રાની મુખરજી પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે.
Trending Photos
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી રાની મુખરજી ગત બે વર્ષમાં ફિલ્મ હિચકી અને મર્દાની 2થી પોતાની કેરિયરની દમદાર ઈનિંગ રમી રહી છે. 90ના દાયકામાં બધાના હ્રદય પર રાજ કરનારી રાની મુખરજી પોતાની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. રાનીએ સમગ્ર દુનિયા સાથે લડીને એક પરણિત વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ બોલિવૂડના જાણીતા નિર્માતા આદિત્ય ચોપરા હતાં. પરંતુ શું તમને એ ખબર છે કે રાની મુખરજી રોજેરોજ પોતાના પતિને ગાળો બોલે છે. આ વાત અમે નહીં પરંતુ રાનીએ પોતે કહી છે. પોતાનો 42મો જન્મદિવસ ઉજવનાર રાની અંગે જાણો આવી જ કેટલીક અજાણી વાતો...
વાત જાણે એમ છે કે બે વર્ષ પહેલા રાની નેહા ધૂપિયાના ચેટ શો વોગ બીએફએફ પર પહોંચી હતી. તેની સાથે ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખરજી પણ પહોંચ્યા હતાં. ચેટ દરમિયાન રાનીએ પોતાની અંગત જિંદગીના કેટલાક રહસ્યો ખોલ્યા. પુત્રી આદિરાથી લઈને પતિ આદિત્ય ચોપડા અંગે રાનીએ ખુલીને વાત કરી. રાનીએ કહ્યું કે તે સૌ પ્રથમ આદિત્યને ફિલ્મ મુજસે દોસ્તી કરોગે? વખતે મળી હતી. રાનીએ જણાવ્યું કે તે સમયે મારી ફિલ્મો બહુ સારી ચાલતી નહતી અને આદિત્યને પણ બધાએ કહ્યું હતું કે મને ફિલ્મમાં ન લે પરંતુ તેને લાગતું હતું કે હું આ રોલ માટે એકદમ પરફેક્ટ છું.
The star of #hitchki might make you choke with her confessions and candour. 😉 Catch #RaniMukerji n @sabya_mukherjee on @jeepindia presents BFFs with @vogueIndia powered by @MotorolaIN, beauty partner @mynykaa only on @colors_infinity tonight at 8pm 💕💕💕 pic.twitter.com/DVawyrSOMg
— Neha Dhupia (@NehaDhupia) February 17, 2018
વાતચીત દરમિયાન નેહા ધૂપિયાએ પૂછ્યું કે શું તે ક્યારેય ગાળો બોલે છે કે ગુસ્સે થાય છે? તો રાનીએ કહ્યું કે હું દરરોજ મારા પતિ પર ગુસ્સો કરું છું. દરરોજ તેમને ગાળો બોલુ છું પરંતુ તેઓ કઈંક એવું કરે છે કે મારો ગુસ્સો દૂર થઈ જાય છે. આથી મારા પરિવારમાં જ્યારે અમે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે પ્રેમથી એકબીજા પર નારાજગી વ્યક્ત કરીએ છીએ. જો હું કોઈના પર ગુસ્સો કરું છું તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિને વાસ્તવમાં હું પ્રેમ કરું છું.
અત્રે જણાવવાનું કે ફિલમ રાજા 'કી આયેગી બારાત'થી પોતાની બોલિવૂડ કરિયર શરૂ કરનારી રાનીના અવાજને લઈને શરૂઆતમાં વિવાદ થયો હતો. રાનીના પિતા રામ મુખરજી બંગાળી ફિલ્મોના દિગ્દર્શક હતાં. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત રામ મુખરજીની બંગાળી ફિલ્મ 'બિયેર ફૂલ'થી કરીહતી. જો કે તેને ઓળખ તો આમિર ખાન સાથેની ફિલ્મ 'ગુલામ'થી મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે