Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ

બોલિવૂડ એક્ટર કંગના રનૌત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) સોશિયલ મીડિયામાં પોતાની કમેન્ટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રંગોલી પોતાની ટ્વિટથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓને ટાર્ગેટ બનાવે છે અને એમાંથી એક છે આલિયા ભટ્ટ (Alia Bhatt).

Rangoli Chandelનો Alia Bhatt પર અવોર્ડ ફિક્સિંગનો આરોપ, જુઓ ટ્વિટ

મુંબઇ : બોલિવૂડ એક્ટર કંગના રનૌત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) સોશિયલ મીડિયામાં પોતાની કમેન્ટ્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રંગોલી પોતાની ટ્વિટથી બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓને ટાર્ગેટ બનાવે છે અને એમાંથી એક છે આલિયા ભટ્ટ (Alia Bhatt). રંગોલીએ ફરી એકવાર આલિયાને ટાર્ગેટ બનાવી છે. હકીકતમાં આલિયા (Alia Bhatt)ને 2019માં બેસ્ટ એક્ટ્રેસના અવોર્ડથી નવાજવામાં આવી છે. રંગોલીએ આલિયાનો એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. રંગોલીની ટ્વિટ પ્રમાણે આલિયાને આ અવોર્ડ તો ફંક્શનના કેટલાક કલાકો પહેલાં જ મળી ગયો છે. 

રંગોલીએ પોતાની ટ્વીટમમાં આલિયા માટે લખ્યું છે કે, 'ચાલો એટલી ઇમાનદારી તો છે કે આ કામ છુપાઈને કરી રહી છે, બધાની સામે નહીં. સારું લાગ્યું કે અંદર કંઈક તો છે જે જાહેરમાં કંઈક ખોટું કરતા આલિયાને રોકે છે.'

— Rangoli Chandel (@Rangoli_A) December 8, 2019

રંગોલી પહેલાં એની બહેન કંગના રનૌત (Kangana Ranaut) પણ આલિયા પર નિશાન સાધી ચુકી છે. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોકો હજી આલિયા અને રણબીરને બોલિવૂડના યંગ કલાકાર માને છે, આલિયાની વયે તો મારી માતાને બે સંતાનો હતો અને આ યંગ છે! કંગનાના આ નિવેદન પર આલિયાએ ચુપકિદી સાધી હતી અને કહ્યું હતું કે હું કંગનાના વિચારોનું સન્માન કરું છે. તે જે રીતે પોતાની વાત કરે છે એ વખાણવાલાયક છે, દરેકમાં આ આવડત નથી હોતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news