Rajinikanth અને Neeraj Chopra માં એક ખાસ કનેક્શન, Randeep Hooda એ ટ્વીટ કરી કર્યો ખુલાસો

નીરજ ચોપડાએ (Neeraj Chopra) જ્યારથી ગોલ્ડ પોતાના નામે કર્યો છે, ત્યારથી તેનું નામ આખા દેશમાં ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન, રણદીપ હુડાએ (Randeep Hooda) નીરજ ચોપરા અને રજનીકાંત (Rajinikanth) વચ્ચેના કનેક્શનની વાત પણ કહી હતી

Rajinikanth અને Neeraj Chopra માં એક ખાસ કનેક્શન, Randeep Hooda એ ટ્વીટ કરી કર્યો ખુલાસો

નવી દિલ્હી: નીરજ ચોપડાએ (Neeraj Chopra) જ્યારથી ગોલ્ડ પોતાના નામે કર્યો છે, ત્યારથી તેનું નામ આખા દેશમાં ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન, રણદીપ હુડાએ (Randeep Hooda) નીરજ ચોપરા અને રજનીકાંત (Rajinikanth) વચ્ચેના કનેક્શનની વાત પણ કહી હતી.

રજનીકાંત અને નીરજ ચોપડામાં કનેક્શન
બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડાનું (Randeep Hooda) નામ તે સ્ટાર્સમાંથી એક છે, જે કોઈપણ મુદ્દા પર દેશી અંદાજમાં પોતાની વાત લોકો સમક્ષ મુકે છે. ત્યારે રણદીપ ઘણીવાર સોશિયલ મીડિયા પર કેટલીક અલગ પોસ્ટ કરે છે. આવી સ્થિતિમાં રણદીપે હવે ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નીરજ ચોપડો (Neeraj Chopra) માટે એક ટ્વિટ કર્યું છે, જ્યાં તેણે સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) સાથે નીરજનું કનેક્શન બતાવ્યું છે.

— Randeep Hooda (@RandeepHooda) August 9, 2021

વાયરલ થયું રણદીપનું ટ્વીટ
રણદીપ હુડ્ડાએ (Randeep Hooda Tweet) એક ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં રજનીકાંતનો (Rajinikanth) ફોટો છે, જેના પર લખ્યું છે - જો તમે નીરજ, નીરજ, નીરજ... બૂમો પાડશો તો તમે રજની, રજની, રજની... સાંભળશે. હવે તમે સીક્રેટ સમજી ગયા છો. રજનીકાંત બધે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news