દુલ્હનની સાથે ખુબ જ રોયલ લુકમાં જોવા મળ્યા રાણા દગ્ગુબાતી, જુઓ લગ્નની તસવીરો

બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને મિહિકા બજાજ (Miheeka Bajaj) લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નની રાણાના ફેન્સ ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. લગ્નના જોડામાં મિહિકા બજાજ કોઇ અપ્સરાથી સુંદર દેખાઇ રહી છે. ત્યારે રાણા પણ તેમની દુલ્હનની સાથે ખુબજ રોયલ લુકમાં જોવા મળી રહ્યાં છે. આ લગ્નમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરા મહેમાન બન્યા. હવે આ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

દુલ્હનની સાથે ખુબ જ રોયલ લુકમાં જોવા મળ્યા રાણા દગ્ગુબાતી, જુઓ લગ્નની તસવીરો

નવી દિલ્હી: બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને મિહિકા બજાજ (Miheeka Bajaj) લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નની રાણાના ફેન્સ ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતા. લગ્નના જોડામાં મિહિકા બજાજ કોઇ અપ્સરાથી સુંદર દેખાઇ રહી છે. ત્યારે રાણા પણ તેમની દુલ્હનની સાથે ખુબજ રોયલ લુકમાં જોવા મળી રહ્યાં છે. આ લગ્નમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા ચહેરા મહેમાન બન્યા. હવે આ લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Weddings of Hyderabad (@weddingsofhyderabad) on

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજે લોકડાઉનમાં તેમની સગાઇના સમાચાર આપી તમામને સરપ્રાઇઝ આપી હતી. ત્યારે હવે આ સુંદર રોમેન્ટિક કપલ હમેશા-હમેશા માટે લગ્નના બંધનમાં બંધાઇ ગયું છે. બંનેના લગ્નની તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં બંને ખુબજ સુંદર ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aditi Verma (@_addzee_) on

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Miheeka (@_miheekabajaj) on

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rana Daggubati Diehard Fans (@ranadaggubatif) on

 

રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજના લગ્નની જ તસવીરો સામે આવી છે, તેમાં મિહિકાએ આછા ગુલાબી રંગનો લહેંગો પહેર્યો છે. એક તસવીરમાં રાણા તેની પત્નીની સાથે સાત ફેરા લેતા દેખાઇ રહ્યાં છે. ત્યારે એક અન્ય તસવીરમાં મિહિકા બજાજ શરમાતી જોવા મળી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

માહિતી અનુસાર, કોરોના વાયરસના મહામારીને કારણે, આ હાઇ પ્રોફાઇલ લગ્નમાં ફક્ત 30 વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફોટામાં પણ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે લગ્નમાં કેટલા ઓછા લોકો જોવા મળે છે. આ લગ્ન હૈદરાબાદના રામાનાઇડુ સ્ટુડિયોમાં થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news