દારૂ ખરીદી રહેલી મહિલાઓ પર રામગોપાલ વર્માની કોમેન્ટ, સોના મોહપાત્રાએ આપ્યો જવાબ


હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ દારૂની દુકાનો બહાર ઊભી રહેલા મહિલાઓ પર કોમેન્ટ કરી છે. તો સિંગર સોના મોહપાત્રાએ તેનો વળતો જવાબ આપ્યો છે. 

દારૂ ખરીદી રહેલી મહિલાઓ પર રામગોપાલ વર્માની કોમેન્ટ, સોના મોહપાત્રાએ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. તેના કારણે દેશવાસિઓએ મોટુ નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા પર પણ લૉકડાઉનની સીધી અસર જોવા મળી રહી છે. તેના ધ્યાનમાં રાખી કોરોના વાયરસથી ઓછા સંક્રમિત વિસ્તારમાં થોડી છૂટ મળવાની શરૂ થઈ ગઈ છે. આલ્કોહોલ શોપ પણ ખુલી રહી છે. ઘણી જગ્યાએ મહિલાઓ પણ લાઇનમાં ઉભી છે. તેના પર રામ ગોપાલ વર્માએ વિવાદિત નિવેદન આપ્યું છે, જે સોના મોહપાત્રાને પસંદ આવ્યું નથી. 

પોતાના નિવેદનોથી વિવાદોમાં રહેનારા ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલવર્માએ હાલમાં ટ્વીટર પર એક ફોટો શેર કર્યો જેમાં વાઇન શોપની બહાર લાઇનમાં યુવતીઓ ઊભેલી જોવા મળી રહી છે. તેના પર રામ ગોપાલ વર્માએ લખ્યું- જુઓ દારૂની દુકાનની બહાર લાઇનમાં કોણ ઊભુ છે? આ તે છે જે દારૂ પીનારાનો ખુબ વિરોધ કરે છે. તેમના આ નિવેદન પર બબાલ શરૂ થઈ ગઈ છે અને લોકો રામૂનો વિરોધ કરી રહ્યાં છે. બોલીવુડ સિંગર અને હંમેશા મહિલાઓ માટે પોતાનો અવાજ ઉઠાવનાર સોના મોહપાત્રાએ રામૂના આ નિવેદન પર આકરો વિરોધ નોંધાવ્યો છે. 

ઋષિ કપૂર અને ઇરફાન ખાનને સ્ટ્રીટ કલાકારોએ અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ  

સોનાએ લખ્યું- પ્રિય મિસ્ટર રામ ગોપાલ વર્મા, હવે સમય આવી ગયો છે કે તમે તે લોકોની લાઇનમાં જઈને ઊભા રહો જેને અસલી જ્ઞાનની સૌથી વધુ જરૂર છે. તેથી તમને ખ્યાલ આવે કે જે ટ્વીટ તમે કર્યું છે તે મહિલાઓ સાથે ભેદભાવ જેવી વસ્તુને પ્રોત્સાહન આપી રહ્યું છે અને પુરૂષ સમાજના નૈતિક માપદંડો સાથે પણ તાલમેલ રાખી રહ્યું નથી. તમને જણાવી દઉં કે મહિલાઓને પણ પુરૂષોની જેમ દારૂ ખરીદવાની અને પીવાની છૂટ છે અને તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈની પાસે દારૂ પીને ઉગ્ર અને વિરોધી થવાનો હક નથી.

— ShutUpSona (@sonamohapatra) May 4, 2020

મહત્વનું છે કે સોના મોહપાત્રા મહિલાઓના સમર્થનમાં અવાજ ઉઠાવે છે. પાછલા વર્ષે તેમણે મીટૂ મૂવમેન્ટનું પણ સમર્થન કર્યું હતું અને આરોપના ઘેરામાં આવી રહેલા સ્ટાર્સ પર પ્રહારો કર્યાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news