Video: રાખી સાવંતે લોકોને આપ્યું આધ્યાત્મનું જ્ઞાન, કહ્યું- આત્મહત્યા ન કરો

રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિઓ પોસ્ટ કર્યાં છે, જેમાં તે સત્યનો માર્ગ દેખાડવાની વાત કરી રહી છે. તેમાંથી એક વીડિયોના કેપ્શનમાં રાખીએ લખ્યું, 'સ્વર્ગમાં તમારૂ સ્વાગત છે મિત્રો.'

Video: રાખી સાવંતે લોકોને આપ્યું આધ્યાત્મનું જ્ઞાન, કહ્યું- આત્મહત્યા ન કરો

નવી દિલ્હીઃ રાખી સાવંતની જિંદગી કોઈ રોલસ કોસ્ટરથી ઓછી નથી. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને તમને આ વાત પર અંદાજ આવી જશે. રાજનીતિ પર પોતાનું મંતવ્ય આપવાથી લઈને પોતાના દુશ્મનોની વાત અને પોતાના સીક્રેટ લગ્ન સુધી દરેક વસ્તુ રાખી જાહેરમાં બોલે છે. રાખી હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી છે અને પોતાની જિંદગી સાથે જોડાયેલી નાની-નાની વાત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવે છે. 

રાખી ક્યારેય પણ લોકોને સરપ્રાઇઝ કરવાથી પાછળ હટતી નથી. જો તમે રાખી સાવંતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે તેણે ધર્મ અને આધ્યાત્મનો રસ્તો પસંદ કરી લીધો છે. તે ઈસા મસીહ અને અન્ય ભગવાનો વિશે વાત કરે છે અને સત્યનું જ્ઞાન વેંચે છે. એટલું જ નહીં રાખીએ ક્રિસમસના તહેવાર પર પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ભજન ગાઈ રહી હતી અને ભગવાનનો આભાર માની રહી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Swarg me aapka swagat Hai dosto

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

રાખીએ આપ્યું સત્યનું જ્ઞાન
રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ પર બે વીડિઓ પોસ્ટ કર્યાં છે, જેમાં તે સત્યનો માર્ગ દેખાડવાની વાત કરી રહી છે. તેમાંથી એક વીડિયોના કેપ્શનમાં રાખીએ લખ્યું, 'સ્વર્ગમાં તમારૂ સ્વાગત છે મિત્રો.' તો બીજામાં રાખી લોકોને ભગવાનમાં વિશ્વાસ રાખવા અને સત્યનો સાથ આપવા માટે કહી રહી છે. રાખી કહી રહી છે કે સત્યના માર્ગ પર રાખી સાવંત તમને લઈને જશે. 

રાખીનો આ વીડિઓ ટીવી એક્ટર કુશલ પંજાબીના મોતના સમાચાર તરફ પણ ઇશારો કરે છે. રાખી કહી રહી છે કે કોઈએ પણ આત્મહત્યા ન કરવી જોઈએ કારણ કે આ શરીર પરમેશ્વરનું છે. તેણે કહ્યું કે, ભગવાન બધુ જોઈ રહ્યો છે, તેના વિશે વિચારો. 

મહત્વનું છે કે અભિનેતા કુશલ પંજાબીએ પોતાના ઘરના પંખામાં લટકીને જીવ આપી પીધો હતો. આ સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં સન્નાટો છે. આજે કુશલના અંતિમ સંસ્કારમાં તેના પરિવાર અને ઇન્ડસ્ટ્રીઝના મિત્રો અને કો-સ્ટાર્સ સામેલ થયા હતા. 

લોકોએ કહ્યું પોતાનું જુઓ
આ બંન્ને વીડિઓમાં જ્ઞાન આપ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર તેને સાચું-ખોટું સંભળાવી રહ્યાં છે. લોકો રાખીને કહી રહ્યાં છે કે પહેલા પોતાનું જોવું જોઈએ અને ફાલતૂનું જ્ઞાન ન આપવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news