રાજકુમાર રાવને પસંદ નથી આ પ્રકારનું કામ, તેના વિશે કર્યો નવો ખુલાસા

‘ન્યૂટન’, ‘ટ્રેપ્ડ’, ‘શેતાન’, ‘બરેલી કી બર્ફી’, ‘શાદી મેં જરૂર આના’ અને ‘સ્ત્રી’ જેવી ફિલ્મોથી જાણીતો એક્ટર રાજકુમાર રાવે કહ્યું કે હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં તે નોન ટ્રેડિશનલ હીરો હોવાનો આંનદ લઇ રહ્યો છે

રાજકુમાર રાવને પસંદ નથી આ પ્રકારનું કામ, તેના વિશે કર્યો નવો ખુલાસા

નવી દિલ્હી: ‘ન્યૂટન’, ‘ટ્રેપ્ડ’, ‘શેતાન’, ‘બરેલી કી બર્ફી’, ‘શાદી મેં જરૂર આના’ અને ‘સ્ત્રી’ જેવી ફિલ્મોથી જાણીતો એક્ટર રાજકુમાર રાવે કહ્યું કે હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં તે નોન ટ્રેડિશનલ હીરો હોવાનો આંનદ લઇ રહ્યો છે.

રાજકુમારે જણાવ્યું હતું કે, ટ્રેડિશનલ કામ કરવવામાં શું મજા આવે છે? હું કોઇ એવા વ્યક્તિના રૂપમાં જાણીતો છું, જે નોન ટ્રેડિશનલ છે. મને નોન ટ્રેડિશનલ હોવું પસંદ છે. હું આવુ જ કામ કરવાનું પસંદ કરૂ છું, જે અલગ છે. તે જ મને એક એક્ટરના રૂપમાં આગળ વધારે છે.

હંસલ મહેતા, વિક્રમાદિત્ય મોટવાની અને અમતિ વી. માસુરકર જેવા ભારતીય સિનેમાના કેટેલાક સારા ફિલ્મ નિર્માતાઓની સાથે કામ કર્યા પછી, રાજકુમારએ કહ્યું કે તે દબાણ હેઠળ કામ કરતો નથી.

રાવે જણાવ્યું હતું કે, ‘‘ હું દબાણ લેતો નથી. મને દબાણ હેઠળ કામ કરી શકતો નથી. હું એક સમયમાં એક જ ફિલ્મ કરૂ છું અને તે જ પળને હું જીવવાનો પ્રયત્ન કરું છું. હું ભવિષ્યવાદી વ્યક્તિ નથી, જે વિચારે છે કે પાંચ વર્ષ પછી શું થશે અને હું ભૂતકાળમાં જીવતો નથી. હું મારી બધી જ ઉર્જા વર્તમાનમાં જે થઇ રહ્યું છે તેમાં જ લગાવી દઉં છું.’’

રાજકુમાર હાલમાં હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. ‘શહીદ’, ‘ટ્રેપ્ડ’, ‘સિટીલાઇડ્સ’ જેવી ફિલ્મો પછી રાજકુમાર ‘બરેલી કી બર્ફી’, ‘બહેન હોગી તેરી’ અને ‘સ્ત્રી’ જેવી હલ્કી-ફુલ્કી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ફિલ્મોમાં ફેરફાર કર્યા વિશે પૂછવા પર તેણે જણાવ્યું હતું કે, ‘‘તેના પાછળ કોઇ કારણ નથી.’’

બસ મને 'બેરલીની બર્ફી'ની સ્ક્રીનપ્લે મળી છે અને મને તે પસંદ આવી હતી, મેં વિચાર્યું કે આ ફિલ્મ કરવી જોઈએ. લોકોએ તેનો સ્વીકાર પણ કર્યો છે. તે ખૂબ જ સારી હતી. પ્રીતમ વિદ્રોહીની ભૂમિકા માટે મને જે રિસ્પોન્સ મળ્યો છે, મે વિચાર્યું, ‘‘શા માટે નહીં? આ શૈલીનો પ્રયાસ કરી શકાય.’’

સ્ત્રીની સફળતાથી ગદગદ રાજકુમારના ખોળામાં ‘લવ સોનિયા’, ‘એક લડકી કો દેખા તો એસા લગા’, ‘મેડ ઇન ચાઇના’, ‘મેંટલ હૈ ક્યાં’ અને ‘ઇમલી’ જેવી ફિલ્મો પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news