થલાઇવાનો સોશિયલ મીડિયા પર ખળભળાટ, જ્યારે કરોડોની કાર રસ્તા પર દોડાવતા દેખાયા રજનીકાંત

દરરોદ તમને થલાઇવાને રસ્તા પર ગાડી ચલાવતા જોવા મળતા નથી. એટલા માટે કે, જ્યારે તેઓ ડ્રાઇવરની સીટ પર બેસે છે, તો તેમના ફેન્સ ક્રેઝી થઇને તેમની તસવીરો અને વીડિયો વાયરલ કરે છે. આજે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં રજનીકાંત માસ્ક પહેરી અન લેમ્બોર્ગિની ચલાવતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરના સામે આવતા જ ટ્વિટર પર #LionInLamborghini ટ્રેન્ડ કરી રહ્યું છે.
થલાઇવાનો સોશિયલ મીડિયા પર ખળભળાટ, જ્યારે કરોડોની કાર રસ્તા પર દોડાવતા દેખાયા રજનીકાંત

નવી દિલ્હી: દરરોદ તમને થલાઇવાને રસ્તા પર ગાડી ચલાવતા જોવા મળતા નથી. એટલા માટે કે, જ્યારે તેઓ ડ્રાઇવરની સીટ પર બેસે છે, તો તેમના ફેન્સ ક્રેઝી થઇને તેમની તસવીરો અને વીડિયો વાયરલ કરે છે. આજે પણ આવી જ એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં રજનીકાંત માસ્ક પહેરી અન લેમ્બોર્ગિની ચલાવતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરના સામે આવતા જ ટ્વિટર પર #LionInLamborghini ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ વાયરલ ફોટોમાં મેગાસ્ટારને તેમની દીકરી સૌંદર્યાની લક્ઝીરીયશ કાર ચલાવતા જોઇ શકાય છે. ટ્વિટર યૂઝર્સે તસવીર અન વીડિયો શેર કરવાની સાથે જ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. જુઓ આ ટ્વીટ્સ

— SURYA NARAYANAN (@itssuryanarayan) July 20, 2020

એક યૂઝર્સે અહીં લખ્યું છે, જે ઉપદેશ આપે છે, તે તેનું પાલન પણ કરે છે. રજનીકાંતે કારની અંદર પણ ફેસ માસ્ક લગાવેલું છે. આ ઉપરાંત એક અન્ય યૂઝર્સે લખ્યું છે કે, જ્યારે આપણે આ કોરોના કાળમાં બહાર જઇએ છો, તો પોતાને બચાવવા માટે આ યોગ્ય ઉદાહરણ છે.

વર્ક ફ્રન્ટ પર, રજનીકાંત એઆર મુરુગાદોસના તમિલ મનોરંજન 'દરબાર'માં જોવા મળ્યા હતા. તેમાં રજનીકાંત, નયનતારા, નિવેતા થોમસ અને સુનીલ શેટ્ટીએ મુખ્ય ભૂમિકા નિભાવી.

— Desingh Periyasamy (@desingh_dp) July 20, 2020

આ પછી, તેઓ 'અન્નાત્થે'માં દેખાશે. જે શિવ દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. આ પરિયોજનાનું નિર્માણ કલાનિથી મારને સન પિક્ચર્સના બેનર હેઠળ કર્યું છે. તેમાં રજનીકાંત, મીના, કુશબો સુંદર, કીર્તિ સુરેશ, નયનતારા, પ્રકાશ રાજ, સોરી, સતિષ અને વેલા રામામૂર્તિ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news