3 દિગ્ગજ અભિનેતાઓનો થશે જોરદાર મુકાબલો, ઇન્ટરનેટ પર છવાયું 'પ્રણામ'નું ટીઝર

બોલીવુડ અભિનેતા રાજીવ ખંડેલવાલની ફિલ્મ 'પ્રણામ'નું ટીઝર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા રજનીશ રામ પુરી જણાવ્યું કે 'ફિલ્મમાં રાજીવ એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે જે બાળપણથી આઇએએસ ઓફિસર બનવા માંગે છે પરંતુ તેમની જીંદગીમાં એવો વળાંક આવે છે કે તે આઇએએસની જગ્યાએ ગેંગસ્ટર બની જાય છે.'' રજનીશ રામ પુરીએ આગળ કહ્યું કે ''ફિલ્મમાં અતુલ કુલકર્ણી, અભિમન્યુ સિંહ અને વિક્રમ ગોખલે જેવા સ્ટારની એક્ટિંગ જોવા મળશે/''

3 દિગ્ગજ અભિનેતાઓનો થશે જોરદાર મુકાબલો, ઇન્ટરનેટ પર છવાયું 'પ્રણામ'નું ટીઝર

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા રાજીવ ખંડેલવાલની ફિલ્મ 'પ્રણામ'નું ટીઝર સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા રજનીશ રામ પુરી જણાવ્યું કે 'ફિલ્મમાં રાજીવ એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે જે બાળપણથી આઇએએસ ઓફિસર બનવા માંગે છે પરંતુ તેમની જીંદગીમાં એવો વળાંક આવે છે કે તે આઇએએસની જગ્યાએ ગેંગસ્ટર બની જાય છે.'' રજનીશ રામ પુરીએ આગળ કહ્યું કે ''ફિલ્મમાં અતુલ કુલકર્ણી, અભિમન્યુ સિંહ અને વિક્રમ ગોખલે જેવા સ્ટારની એક્ટિંગ જોવા મળશે/''

લખનઉમાં થઇ છે ફિલ્મની પુરી શૂટિંગ
ફિલ્મના ટીઝરમાં રાજીવ દમદાર ડાયલોગ સાથે જોરદાર એક્શન કરતાં જોવા મળી રહ્યા છે. ટીઝરમાં અતુલ કુલકર્ણી અને અભિમન્યુ સિંહ પણ જોરદાર ડાયલોગ બોલતાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની પુરી શૂટિંગ લખનઉમાં કરવામાં આવી છે. આ પહેલાં રાજીવ 'આમીર' અને ટેબલ નં 21' જેવી ફિલ્મોમાં કરી ચૂક્યા છે. 'પ્રણામ'ના નિર્માતા અનિલ સિંહ, નિતિન મિશ્રા અને રજનીશ રામ પુરી છે. ફિલ્મનું નિર્માણ રૂદ્બાક્ષ એડવેંચર્સ પ્રાઇવેટ લિમિટેડના બેનર તળે થયું છે. ફિલ્મનું નિર્દેશન 'ફરેબ' અને 'શૂદ્વ ધ રાઇઝિંગ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા જાયસ્વાલે કર્યું છે. 

લાંબા સમય બાદ સંજીવ ફિલ્મ 'પ્રણામ' દ્વારા બોલીવુડમાં નિર્દેશક તરીકે વાપસી કરી રહ્યા છે. આ પહેલાં રિલીઝ થયેલી તેમની અંતિમ ફિલ્મ 'શૂદ્વ ધ રાઇજિંગ'ને દર્શકો સાથે-સાથે ક્રિટિક્સે પણ ખૂબ વખાણી હતી. દમદાર કહાની અને એક્શનથી ભરપૂર રાજીવની આ ફિલ્મ 9 ઓગસ્ટના રોજ દુનિયાભરની 1400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે. બોલીવુડમાં ''આમિર'' અને ''ટેબલ નંબર 21'' જેવી હિટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ વડે લોકોના દિલ પર રાજ કરી ચૂકેલા એક્ટર રાજીવ ખંડેલવાલ ફિલ્મ 'પ્રણામ'માં એક નોકરના પુત્રના પાત્રમાં જોવા મળશે, જ્યાં હીરો એક આઇએસએસ ઓફિસ બનવાનું સપનું જુએ છે પરંતુ એક ગેંગસ્ટર બની જાય છે. આ ફિલ્મમાં રાજીવ સાથે સાઉથ એક્ટ્રેસ સમીક્ષા સિંહ જોવા મળશે. આ સાથે જ ફિલ્મમાં અતુલ કુલકર્ણી, અભિમન્યુ સિંહ અને વિક્રમ ગોખલે જેવા સ્ટાર પણ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news