Raghav-Parineeti: 13 મેએ રાઘવ ચડ્ઢા-પરિણીતિ ચોપડાની સગાઈ! દિલ્હીમાં થશે ફંક્શન, 150 ગેસ્ટ રહેશે હાજર

Parineeti And Raghav Engagement: પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા વર્તમાન સમયમાં પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. હવે માહિતી આવી છે કે 13 મેએ બંને દિલ્હીમાં સગાઈ કરવાના છે. 

Raghav-Parineeti: 13 મેએ રાઘવ ચડ્ઢા-પરિણીતિ ચોપડાની સગાઈ! દિલ્હીમાં થશે ફંક્શન, 150 ગેસ્ટ રહેશે હાજર

નવી દિલ્હીઃ Parineeti Chopra And Raghav Chadha Engagement: વર્ષ 2023માં ઘણા સ્ટાર્સે લગ્ન કર્યાં અને પોતાના જીવનની નવી શરૂઆત કરી છે. હવે પ્રિયંકા ચોપડાની પિતરાઈ બહેન અને બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડા આ માર્ગ પર આગળ વધી રહી છે. રિપોર્ટ પ્રમાણે અભિનેત્રી જલદી આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢા સાથે સગાઈ કરશે. તેની ડેટનો પણ ખુલાસો થઈ ગયો છે. આ પહેલાં બંને આઈપીએલ મેચ જોવા પહોંચ્યા તેની તસવીરો વાયરલ થઈ હતી. આ દરમિયાન બંનેના હાથમાં રિંગ જોઈ ફેન્સ તે આશંકા વ્યક્ત કરી રહ્યાં હતા કે બંને પહેલાથી સગાઈ કરી ચુક્યા છે. 

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ વર્તુળોમાં  સૌથી વધુ ચર્ચા પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાની રિલેશનશિપને લઈને થઈ રહી છે. બંનેનું સાથે આવવું ગ્લેમર અને પોલિટિક્સનું મિલન છે. આ કારણથી બંને ખુબ ચર્ચામાં છે. ફેન્સ પણ આ જોડીને ખુબ પસંદ કરી રહ્યાં છે અને ઈચ્છે છે કે બંને જલદી લગ્ન કરી લે. હાલ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે કપલ 13 મેએ દિલ્હીમાં સગાઈ કરશે. બંને દિલ્હી પહોંચી ગયા છે. 

છેલ્લા કેટલાક સમયથી બંને અનેકવાર સાથે જોવા મળી ચુક્યા છે. હવે તો ફેન્સ 13 તારીખની રાહ જોઈ રહ્યાં છે જ્યારે આ કપલની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવશે. તે પણ કહેવામાં  આવી રહ્યું છે કે સગાઈ બાદ કપલ ટૂંક સમયમાં  લગ્ન પણ કરી લેશે. સગાઈની વાત કરવામાં આવે તો તેમાં ખાસ મહેમાનોના સામેલ થવાની સંભાવના છે. આશરે 150 જેટલા લોકો સામેલ થઈ શકે છે. 

બંને ઘણા સમયથી જ્યારે મીડિયા સાથે ઈન્ટરેક્ટ થાય છે ત્યારે આ સવાલનો ઇગ્નોર કરતા જોવા મળે છે કે સવાલનો ગોળગોળ જવાબ આપે છે. પરંતુ સગાઈ બાદ કપલને ફેન્સ તે સવાલ પૂછશે કે બંને ક્યારે લગ્ન કરવાના છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો પરિણીતિ ચોપડા પાછલા વર્ષે ફિલ્મ ઊંચાઈમાં જોવા મળી હતી. હવે તે ચમકીલા અને કેપ્સ્યૂલ ગિલ જેવી ફિલ્મમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news