'OMH' પહેલને રાધિકા આપ્ટેએ આપ્યું સમર્થન, ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર યુવા છોકરીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલાંને સમર્થન કરતાં જોવા મળી જેના દ્વારા મહિલા સાથે જોડાયેલા શરમ અને નિષેધ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં આવે છે. મહિલાઓ સાથે ફેન્ટસી વિશે વાત કરવા માટે આગ્રહ કરવાથી માંડીને જાગૃતતા પેદા કરવાની તક, OMH (ઓહ માય ઋતિક) નામની આ પહેલનો ઉદ્દેશ્ય ચિકિત્સા, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પાસાઓ પર પ્રકાશ પાડે છે.
'OMH' પહેલને રાધિકા આપ્ટેએ આપ્યું સમર્થન, ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

મુંબઇ: રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર યુવા છોકરીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલાંને સમર્થન કરતાં જોવા મળી જેના દ્વારા મહિલા સાથે જોડાયેલા શરમ અને નિષેધ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં આવે છે. મહિલાઓ સાથે ફેન્ટસી વિશે વાત કરવા માટે આગ્રહ કરવાથી માંડીને જાગૃતતા પેદા કરવાની તક, OMH (ઓહ માય ઋતિક) નામની આ પહેલનો ઉદ્દેશ્ય ચિકિત્સા, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પાસાઓ પર પ્રકાશ પાડે છે.

રાધિકા આપ્ટેને જ્યારે પેજ વિશે ખબર પડી તો અભિનેત્રીએ એક વીડિયો શેર કરીને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો, જેમાં અભિનેત્રી પોતાની પહેલી ફેટેંસી વિશે વાત કરતાં જોવા મળી રહી છે અને સાથે જ અભિનેત્રી પોતાના પ્રશંસકોને એ વાત જણાવવાનો પ્રયત્ન કરી રહી છે કે આપણે આપણી ફેંટેસી વિશે ખુલીને વાત કરવી જોઇએ.

A post shared by O M H (@ohmyhrithik) on

OMHના સત્તાવાર એકાઉન્ટએ રાધિકાનો વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું, " Thank you @radhikaofficial for sharing your first fantasy with us! We totally swear by what you said! There's nothing to be ashamed of!".

રસપ્રદ રીતે છોકરીઓ પોતાની પહેલ 'ઓહએમએચ' (ઓહ માય ઋતિક) માટે ઋતિક રોશનનું નામ સિલેક્ટ કર્યું કારણ કે તે દેશની બધી છોકરીઓ વચ્ચે મનપસંદ વ્યક્તિ છે, અને એટલા માટે તેમણે પોતાની પહેલનું નામ ઓહ માય ઋતિક રાખ્યું. આ પહેલનો ઉદ્દેશ્ય શર્મ વિના અને આત્મવિશ્વાસ સાથે સેલ્ફ-લવ વિશે વાત કરવાનો છે અને સાથે જ કોઇ પસ્તાવા વિના આપણા, ખુશી, કલ્પનાઓ અને અનુભવો વિશે વાત કરવાનો છે. 

ઓહ માય ઋતિક જેને સામાન્ય રીતે ઓએમએચના રૂપમાં ઓળખવામાં આવે છે, આ 6 માર્ચના રોજ મીઠીબાઇ કોલેજની 19 વર્ષીય છોકરીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે. અભિયાનનો ઉદ્દેશ્ય મહિલા ફેંટસી અને માસ્ટરબેશન સાથે સંકળાયેલા કલંકને દૂર કરવાનો અને વાત કરવા માટે તેને એક સામાન્ય વિષય બનાવવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news