BOX OFFICEનો 'સિકંદર' બન્યો સલમાન, ત્રણ દિવસમાં 'રેસ 3'ની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

ઇદ વખતે રિલીજ થયેલી સલમાનની આ ફિલ્મ ધમાલ મચાવી રહી છે

BOX OFFICEનો 'સિકંદર' બન્યો સલમાન, ત્રણ દિવસમાં 'રેસ 3'ની 100 કરોડની ક્લબમાં એન્ટ્રી

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ 'રેસ 3' ઇદ પર રિલીઝ થઈ છે અને ફિલ્મને પહેલા દિવસથી બોક્સઓફિસ પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે ત્રણ જ દિવસમાં 100 કરોડ રૂ.ની કમાણી કરી છે.  આ ફિલ્મને બહુ સારા રિવ્યુ નથી મળ્યા પણ આમ છતાં દર્શકો મોટી સંખ્યામાં આ ફિલ્મ જોવા માટે ઉમટી રહ્યા છે જેના કારણે આ ફિલ્મે માત્ર 3 દિવસમાં 100 કરોડ રૂ.નો બિઝનેસ કરી લીધો છે. 

— taran adarsh (@taran_adarsh) June 18, 2018

દિગ્દર્શક રેમો ડિસૂઝાની મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ 3 શુક્રવારે રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મ તરફથી બોલિવૂડને ખુબ અપેક્ષાઓ હતી. ફિલ્મના રિવ્યુઝ તો જો કે મિક્સ મળી રહ્યાં છે પરંતુ  કમાણી જોવા જઈએ તો ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસે ધમાકેદાર રેકોર્ડ બનાવ્યો છે. સલમાન ખાન, બોબી દેઓલ, સાકિબ સલીમ, અનિલ કપૂર, જેકલીન ફર્નાન્ડિઝ અને ડેઈઝી શાહ જેવા સિતારોની આ ફિલ્મે પહેલા દિવસે 29 કરોડથી વધુની કમાણી કરી અને ચાલુ વર્ષની બિગેસ્ટ ઓપનર ફિલ્મ બની છે. આમ તો સલમાન ખાનની આ ફિલ્મ તરફથી ઈદમાં જબરદસ્ત ઓપનિંગની બધાને અપેક્ષા હતી જ.

રેસ ફ્રેન્ચાઈઝીની પહેલી 2 ફિલ્મોમાં સેફ અલી ખાન લીડ રોલમાં હતો પરંતુ રેસ 3માં પહેલીવાર સલમાન ખાનનો અંદાઝ દર્શકોને જોવા મળ્યો છે. આ ફિલ્મ સીરિઝ પોતાની સસ્પેન્સવાળી વાર્તા માટે જાણીતી છે. પરંતુ રેસ 3ની વાર્તા તેની સરમામણીમાં ખુબ ઠંડી ગણવામાં આવી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં 29.17 કરોડની કમાણી કરી છે. સલમાન ખાન ફિલ્મ્સ અને રમેશ તોરાની દ્વારા નિર્મિત આ ફિલ્મને ટિપ્સ ફિલ્મના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા એક્ટર બોબી દેઓલ ફરી એકવાર પોતાના સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news