‘High Rated Gabru’ જેવા હિટ સોન્ગ આપનાર ગુરુ રંધાવા પર કેનેડામાં હુમલો

લોકપ્રિય ગાયક ગુરુ રંધાવા પર કેનેડાના વેંકુવરમાં કોઇ અજાણ્યા વક્તિએ હુમલો કર્યો, જેનાથી તે ઇજાગ્રસ્ત થયો છે. જોકે હવે રંધાવા ખતરાથી બહાર છે. આ વાતની જાણકારી તેના મિત્ર તેમજ પંજાબી સિંગર પ્રીત હરપાલે તેમના ફેસબુક પેજ પર શેર કરી છે.

‘High Rated Gabru’ જેવા હિટ સોન્ગ આપનાર ગુરુ રંધાવા પર કેનેડામાં હુમલો

નવી દિલ્હી: લોકપ્રિય ગાયક ગુરુ રંધાવા પર કેનેડાના વેંકુવરમાં કોઇ અજાણ્યા વક્તિએ હુમલો કર્યો, જેનાથી તે ઇજાગ્રસ્ત થયો છે. જોકે હવે રંધાવા ખતરાથી બહાર છે. આ વાતની જાણકારી તેના મિત્ર તેમજ પંજાબી સિંગર પ્રીત હરપાલે તેમના ફેસબુક પેજ પર શેર કરી છે. તેમણે આ હુમલાની નિંદા પણ કરી છે. તેમણે તેમના પોસ્ટમાં લખ્યું છે, હું ગુરુને ઘણા સમયથી ઓળખુ છું. તે ખૂબ જ વાસ્તવિક વ્યક્તિ છે. તે હમેશા બીજાની રિસ્પેક્ટ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રીત હરપાલ તે સમયે ત્યાં હાજર હતા જ્યારે ગુરુ રંધાવા પર કોઇ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો.

મડિયા રિપોર્ટ અનુસાર ગુરુ રંધાવા વેંકુવરમાં એક શો પૂરો કરી પરત ફરી રહ્યો હતો. રંધાવા તેની કારમાં બેસવા જ જતો હતો કે, કોઇ અજાણ્યા વ્યક્તિએ તેના માથા પર કોઇ વસ્તુથી હુમલો કર્યો હતો. તેનાથી ગુરુને ગંભીર ઇજા પહોંચી હતી, પરંતુ તે ખતરાથી બહાર છે. ગુરુ પર થયેલા હુમલાનો બોલીવુડે પણ વિરોધ કર્યો છે. જણાવી દઇએ કે, ગુરુ રંધાવા પંજાબી સિંગર છે તથા હિન્દી તેમજ પંજાબી ફિલ્મોમાં પોતાનો અવાજ આપી ચુક્યો છે. ‘લાહૌર’, ‘પટોલા’, ‘દારુ વરગી’ અને ‘હાઇ રેટેડ ગબરુ’ જેવા તેના લોકપ્રિય સોન્ગે લોકોના દિલ જીતી લીધા છે. રંધાવાના પ્રસંશકો માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં છે.

જણાવી દઇએ કે, પંજાબી ઇન્ડસ્ટ્રીથી બોલીવુડમાં કંઇક મોટું કરનારા નામોમાંથી એક નામ ગુરુ સંધાવાનું છે. તેના ‘તેનૂ સૂટ સુટ કરદા’ અને ‘લગ દી લાહૌર’ જેવા સોન્ગ લોકએ ખુબ જ પસંદ કર્યા છે. ત્યારબાદથી સતત ગુરુ રંધાવાનું બોલીવુડ કનેક્શન બનેલું છે. તેમાં કોઇ શક નથી કે બોલીવુડમાં આવ્યા બાદ ગુરુને એક ઓળખ મળી છે.

જુઓ Live TV:-

બોલિવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news