બોલિવૂડની આ સુપરહોટ અભિનેત્રી ઉપર છે પ્રિયંકાના બોયફ્રેન્ડની 'નજર'!

બોલિવૂડની હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ બે બાબતે ખુબ ચર્ચામાં છે. એક તો તેની ફિલ્મ ભારતથી તેની બોલિવૂડમાં વાપસી અને બીજી બાબત છે હોલિવૂડ સ્ટાર નિક જોનસ સાથે તેના રિલેશનશીપની ચર્ચાઓ.

બોલિવૂડની આ સુપરહોટ અભિનેત્રી ઉપર છે પ્રિયંકાના બોયફ્રેન્ડની 'નજર'!

મુંબઈ: બોલિવૂડની હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ બે બાબતે ખુબ ચર્ચામાં છે. એક તો તેની ફિલ્મ ભારતથી તેની બોલિવૂડમાં વાપસી અને બીજી બાબત છે હોલિવૂડ સ્ટાર નિક જોનસ સાથે તેના રિલેશનશીપની ચર્ચાઓ. નિક છેલ્લા કેટલાક સમયથી સતત પ્રિયંકાની સાથે જ જોવા મળે છે. પ્રિયંકા હાલ તેને ભારત લઈને આવી છે. બંનવે મુંબઈના રસ્તાઓ પર હાથમાં હાથ નાખીને ફરતા પણ જોવા મળ્યાં. પરંતુ આ બધા વચ્ચે એક એવી વાત ધ્યાનમાં આવી છે જેની તરફ ધ્યાન  ખેંચાયું છે. નિકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતા એક એવી વાત જાણવા મળી કે જાણીને પ્રિયંકાના પણ હોશ ઉડી જશે. નિક ઈન્સ્ટાગ્રામ પર માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ બોલિવૂડની અન્ય એક હોટ અભિનેત્રીને પણ ફોલો કરી રહ્યો છે અને તે છે દીપિકા પાદૂકોણ.

Image may contain: 1 person, smiling

પ્રિયંકા ચોપરાએ ફિલ્મ બેવોચથી હોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. જ્યારે દીપિકાએ ટ્રિપલ એક્સ રિટર્ન ઓફ ધ જેન્ડર કેઝથી હોલિવૂડમાં શરૂઆત કરી હતી. વર્ષ 2017ની ફોર્બ્સ લિસ્ટની વાત કરીએ તો પ્રિયંકા  ચોપરા બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે જ્યારે દીપિકા આ લિસ્ટમાં બીજા નંબરે છે. નિક જોનસ દીપિકાને ઈન્સ્ટાગ્રામ પર કેમ ફોલો કરે છે તેની પાછળ કારણ ગમે તે હોય પરંતુ સોશિયલ મીડિયા પર લોકોને ગોસિપ કરવાનું બહાનું મળી ગયું છે.

Image may contain: 1 person, sunglasses and close-up

અત્રે જણાવવાનું કે પ્રિયંકા ચોપરા રવિવારે બોયફ્રેન્ડ નિક જોનસ, ભાઈ સિદ્ધાર્થ ચોપડા અને કઝિન પરિણીતિ ચોપડા સાથે ગોવા ગઈ હતી. સોમવારે પ્રિયંકા અને પરિણીતિનો વરસાદમાં ડાન્સ કરતો એક વીડિયો પણ આવ્યો હતો તથા એક તસવીર પણ વાઈરલ થઈ હતી જેમાં પ્રિયંકા, નિક અને પરિણીતિ લંચ કરતા જોવા મળી રહ્યાં છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news