નવા અંદાજમાં જોવા મળી પ્રિયા પ્રકાશ, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

પ્રિયાએ પોસ્ટ શેર કરતા ઓપરા વિનફરેનું કોટ લખ્યું કે, તમને જિંદગીમાં તે મળે છે જેને માગવાની તમે હિંમત રાખો છો. 
 

નવા અંદાજમાં જોવા મળી પ્રિયા પ્રકાશ, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

નવી દિલ્હીઃ પ્રિયા પ્રકાશ વારિયર કોઈપણ શંકા વિના સોશિયલ મીડિયાની સૌથી ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. પ્રિયાના ફેન્સ તેની નવી તસ્વીરો અને વીડિયોઝની રાહ જોતા હોય છે. બોલીવુડમાં ફિલ્મ 'શ્રીદેવી બંગલો'થી પર્દાપણ કરવા જઈ રહેલી પ્રિયાએ પોતાના નવા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે. હંમેશાની જેમ પ્રિયા નવા શૂટમાં ખુબ પ્રિટી લાગી રહી છે. પ્રિયાની તસ્વીરોના સમાચાર લખાયા સુધી 2 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. 

પ્રિયાએ પોસ્ટ શેર કરતા ઓપરા વિનફરેનું કોટ લખ્યું કે, તમને જિંદગીમાં તે મળે છે જેને માગવાની તમે હિંમત રાખો છો. 

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

મહત્વનું છે કે, પ્રિયા પ્રકાશ વારિયર પોતાની પ્રથમ મલયાલમ ફિલ્મ 'ઉરૂ ઉદાર લવ'ના એક ગીતથી સુપરહિટ થઈ ગઈ હતી. આ ગીતમાં તે પોતાના કો-સ્ટારને આંખથી ગોળી મારતી જોવા મળી રહી છે. ઉરૂ ઉદાર લવ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે 2018માં રિલીઝ થઈ હતી. વર્ષ 2018ની શરૂઆતથી ઈન્ટરનેટ પર સનસની બનેલી પ્રિયા પ્રકાશ વારિયર વર્ષ 2019માં પણ ચર્ચામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news