Pregnant Ileana D'Cruz બેબી બંપ ફ્લોન્ટ કર્યા બાદ શેર કર્યો વધુ એક ફોટો, જણાવ્યું કેવી છે તેની હાલત

Pregnant Ileana D'Cruz: થોડા સમય પહેલા જ ઇલિયાના ડિક્રુઝે પોતાની પ્રેગનેન્સીનું અનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર કર્યું હતું. આ વાતની જોરશોરથી ચર્ચા થઈ હતી કારણ કે અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી. ઇલિયાના ડિક્રુઝ પોતાની પ્રેગનેન્સી જાહેર કર્યા પછી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. 

Pregnant Ileana D'Cruz બેબી બંપ ફ્લોન્ટ કર્યા બાદ શેર કર્યો વધુ એક ફોટો, જણાવ્યું કેવી છે તેની હાલત

Pregnant Ileana D'Cruz: બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રી અને અભિનેતા છે જે પોતાની ફિલ્મ કરતાં વધારે પર્સનલ લાઇફ ના કારણે ચર્ચામાં રહે છે. હાલ આ લિસ્ટમાં સૌથી ઉપર નામ ઇલિયાના ડિક્રુઝનું આવે છે. ઇલિયાના છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળી નથી પરંતુ તે પોતાની પ્રેગનેન્સીના કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ ઇલિયાના ડિક્રુઝે પોતાની પ્રેગનેન્સીનું અનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર કર્યું હતું. આ વાતની જોરશોરથી ચર્ચા થઈ હતી કારણ કે અભિનેત્રીએ હજુ સુધી લગ્ન કર્યા નથી. ઇલિયાના ડિક્રુઝ પોતાની પ્રેગનેન્સી જાહેર કર્યા પછી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. તે એક પછી એક પોતાની તસ્વીરો શેર કરીને પોતાના વિશે જાણકારી આપી રહી છે.

આ પણ વાંચો:

ઇલિયાના ડિક્રુઝે થોડા સમય પહેલા જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની નવી તસ્વીર શેર કરી હતી. જેમાં પહેલી વખત તેણે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું હતું. આ તસવીર પણ વાઇરલ થઈ હતી. જોકે આ તસ્વીર શેર કર્યા પછી તેને વધુ એક સેલ્ફી પોતાની સ્ટોરીમાં શેર કરી હતી. આ સેલ્ફી શેર કરીને તેને પોતાની હેલ્થ કન્ડિશન વિશે પણ જણાવ્યું હતું. 

ઇલિયાના એ આ તસ્વીર શેર કરી તેના કેપ્શનમાં લખ્યું હતું કે, " જ્યારે તમારે સૂવું હોય ત્યારે પેટમાં બાળક ડાન્સ પાર્ટી કરવાનું નક્કી કરે... " ઇલિયાના નું કહેવું છે કે બાળક પેટમાં લાત મારે છે જેના કારણે તેને ઊંઘ કરવી છે પણ ઊંઘ થઈ શકતી નથી.  ઇલિયાના ડિક્રુઝે 18 એપ્રિલ 2023 ના રોજ પહેલી વખત બે ફોટો શેર કરી હતી અને જાહેર કર્યું હતું કે તે માતા બનવાની છે. ઇલિયાના એ એક ફોટો બાળકના કપડાનો શેર કર્યો હતો અને બીજો ફોટો એક પેન્ડન્ટનો હતો જેમાં મમ્મા લખેલું હતું.

એક્ટ્રેસની આ અનાઉન્સમેન્ટથી ખળભળાટ મચ્યો હતો. કારણ કે ઇલિયાના ડિક્રુઝના લગ્ન થયા નથી. થોડા સમય પહેલા ચર્ચા હતી કે ઇલિયાના કેટરીના કેફના ભાઈને ડેટ કરી રહી છે. પરંતુ આ વાત પણ ઇલિયાના એ ક્યારેય કન્ફર્મ કરી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news