500 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ Adipurush એ રિલીઝ પહેલા જ કરી લીધી 432 કરોડની કમાણી, જાણો કેવી રીતે

Adipurush Earned 432 crore: ફિલ્મના ટ્રેલરે દર્શકોની ઉત્તેજના વધારી દીધી છે અને તેથી જ લોકો આ ફિલ્મ જોવા માટે આતુર થઈ રહ્યા છે. તેવામાં આ ફિલ્મ તેના બિઝનેસને લઈને ચર્ચામાં છે. આદિપુરુષ ફિલ્મે રિલીઝ પહેલા જ બમ્પર કમાણી કરી લીધી છે. જો તમારા મનમાં પણ પ્રશ્ન હોય કે ફિલ્મ રિલીઝ થયા પહેલા આટલા કરોડ કેવી રીતે કમાઈ શકે તો તેનો જવાબ પણ આપી દઈએ. 
 

500 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ Adipurush એ રિલીઝ પહેલા જ કરી લીધી 432 કરોડની કમાણી, જાણો કેવી રીતે

Adipurush Earned 432 crore: વર્ષની શરૂઆતથી જ પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ' ચર્ચામાં છે. ક્યારેક વિવાદ તો ક્યારેક વખાણના કારણે આ ફિલ્મ સતત સમાચારમાં છવાયેલી છે. ફિલ્મના ખરાબ વીએફએક્સ, ફિલ્મના પોસ્ટરમાં પાત્રોના લુક, ફિલ્મના ટ્રેલરને લઈને ભારે વિવાદો થઈ ચુક્યા છે. પરંતુ ટ્રેલર રિલીઝ બાદ લોકોને ફિલ્મનું કન્ટેન્ટ શાનદાર લાગી રહ્યું છે. જો કે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને પણ બોયકોટનો ટ્રેન્ડ ચાલ્યો છે. આ બધી જ ચર્ચાઓ વચ્ચે વર્ષની આ બિગ બજેટ ફિલ્મે મસમોટી કમાણી કરી લીધી છે. 

આ પણ વાંચો:

દિગ્દર્શક ઓમ રાઉતની મોસ્ટ અવેટેડ ફિલ્મ આદિપુરુષ 500 કરોડના ખર્ચે બની છે અને રિલીઝ પહેલા જ ફિલ્મે 432 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મના ટ્રેલરે દર્શકોની ઉત્તેજના વધારી દીધી છે અને તેથી જ લોકો આ ફિલ્મ જોવા માટે આતુર થઈ રહ્યા છે. તેવામાં આ ફિલ્મ તેના બિઝનેસને લઈને ચર્ચામાં છે. આદિપુરુષ ફિલ્મે રિલીઝ પહેલા જ બમ્પર કમાણી કરી લીધી છે. જો તમારા મનમાં પણ પ્રશ્ન હોય કે ફિલ્મ રિલીઝ થયા પહેલા આટલા કરોડ કેવી રીતે કમાઈ શકે તો તેનો જવાબ પણ આપી દઈએ. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આદિપુરુષ ફિલ્મે રિલીઝ પહેલાં જ તેના બજેટનો 85% ખર્ચ રિકવર કરી લીધો છે. જેના કારણે નિર્માતાઓને હવે કોઈ નુક્સાન જવાની શક્યતા નથી. આદિપુરુષે તેની થિયેટર રિલીઝ પહેલા જ 500 કરોડના બજેટમાંથી 85% વસૂલ કરી લીધા છે. એટલે કે ઓમ રાઉતની ફિલ્મ 432 કરોડનું કલેક્શન કરી ચૂકી છે.

પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત આદિપુરુષ ફિલ્મે તેના મ્યુઝિક રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ જેવી નોન-થિયેટ્રિકલ રેવન્યુ દ્વારા રૂ. 247 કરોડ એકત્ર કર્યા હતા. આ સિવાય ફિલ્મને સાઉથમાં થિયેટરની આવકમાંથી 185 કરોડ રૂપિયાની આવકની ગેરંટી પણ મળી છે. ફિલ્મનો બિઝનેસ ટ્રેન્ડ સૂચવે છે કે પ્રભાસની આદિપુરુષ જોરદાર ઓપનિંગ કરશે અને રિલીઝના પ્રથમ 3 દિવસમાં માત્ર હિન્દી વર્ઝનથી જ 100 કરોડ રૂપિયા કમાઈ લેશે.

આ પણ વાંચો:

મહત્વનું છે કે આદિપુરુષ ફિલ્મ સંસ્કૃત મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. ફિલ્મમાં પ્રભાસ અને કૃતિ સેનન ઉપરાંત સૈફ અલી ખાન અને સની કૌશલ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મના ટીઝર અને વીએફએક્સને સારો પ્રતિસાદ ન મળતા ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી હતી. હવે આ ફિલ્મ 16મી જૂને રિલીઝ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news