Deepika Padukoneના હાથમાં આવી આ મોટી ફિલ્મ, હવે 'બાહુબલી'ની સાથે મળશે જોવા

વૈજયંતી મૂવીઝે પોતાની આગામી ફિલ્મ માટે પ્રભાસ અને દીપિકા પાદુકોણની ઐતિહાસિક જોડીની જાહેરાત કરી છે. 

Deepika Padukoneના હાથમાં આવી આ મોટી ફિલ્મ, હવે 'બાહુબલી'ની સાથે મળશે જોવા

મુંબઈઃ બાહુબલી ફેમ પ્રભાસ (Prabhas) એક મોટી અપીલની સાથે પાન ઈન્ડિયાના સ્ટારના રૂપમાં સામે આવ્યો છે. તેનું સ્ટારડમ માત્ર ભારત જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ જોવા મળે છે. હવે પ્રભાસના ફેન્સ માટે સૌથી મોટી જાણકારી સામે આવી રહી છે. વૈજયંતી મૂવીઝે પોતાની આગામી ફિલ્મ માટે પ્રભાસ અને દીપિકા પાદુકોણ  (Deepika Padukone)ની ઐતિહાસિક જોડીની જાહેરાત કરી છે. આ સાથે તે નક્કી થઈ ગયું છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ફિલ્મ હશે. આ કારણ છે કે  #Prabhas21 સવારથી ટ્વીટર પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

આ જાહેરાત શાનદાર કાસ્ટિંગનો નમૂનો છે. એક એવો પ્રોજેક્ટ જેને વૈજયંતી મૂવીઝના નિર્માતા સી અશ્વિની દત્ત, સહ નિર્માતા સ્વપ્ના તથા પ્રિયંકા દત્ત અને ડાયરેક્ટ અશ્વિન નાગ દ્વારા સંભવ કરવામાં આવ્યો છે. પોતાની આતુરતાને શેર કરતા અને યોજના વિશે વાત કરતા ડાયરેક્ટર નાગ અશ્વિન કરે છે, હું દીપિકાને આ ભૂમિકા નિભાવતી જોવા માટે ખુબ ઉત્સાહિત છું. આ કંઇક એવુ છે, જેને તેણે પહેલા કોઈ મેનસ્ટ્રીમ લીડમાં કર્યું નથી, આ બધા માટે સરપ્રાઇઝ હશે. દીપિકા અને પ્રભાસની જોડી ફિલ્મની મુખ્ય હાઇલાઇટ્સમાંથી એક હશે અને તેની વચ્ચેની કહાની, મને લાગે છે કે આવનારા કેટલાક વર્ષો સુધી દર્શકોના દિલમાં તાજી રહેશે. 

વૈજયંતી મૂવીઝના પ્રોડ્યૂસર અને ફાઉન્ડર સી અશ્વિની દત્તે કહ્યુ, આ ફિલ્મ અમારા માટે ભારતીય સિનેમાના ઈતિહાસમાં પોતાનું સ્થાન પાક્કી કરવા માટે એક સૂવર્ણ તક છે. આ ભારતીય દર્શકોને રોમાંચિત કરવાનો અવિશ્વસનીય અવસર છે, જેને પહેલા ક્યારેય જોવામાં આવ્યો નથી અને તેમાં અદ્ભૂત સિનેમાની પ્રતિભા એક સાથે જોવા મળશે. 

બોલીવુડને વધુ એક ઝટકો, ફિલ્મ ડાયરેક્ટર રજત મુખર્જીનું નિધન

મહત્વનું છે કે ફિલ્મ સાયન્સ-ફિક્શન શૈલી સાથે સંબંધિત છે અને આ તે પ્રોડક્શનમાં બનેલી સૌથી રોમાંચિત ફિલ્મોમાંથી એક હોવાની આશા છે. અનુભવી પ્રોડ્યૂસર સી અશ્વિની દત્ત દ્વારા સ્થાપિત વૈજયંતી મૂવીઝ તેલુગૂ રાજ્યોમાં એક જાણીતુ નામ છે. પ્રોડક્શન હાઉસે પોતાના ભવ્ય સિનેમા માટે ખુબ પ્રશંસા અને પ્રતિષ્ઠા હાસિલ કરી છે અને હંમેશા એક વિશાળ કેનવાસ પર ફિલ્મની રચના કરતા આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news