Poonam Pandey એ પોર્નોગ્રાફી અને ન્યૂડિટીમાં રહેલો ફરક સમજાવ્યો, મંદિરોની 'મૂર્તિઓ'નું આપ્યું ઉદાહરણ
પોર્નોગ્રાફી કેસમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી સતત બે મોડલ ચર્ચામાં છે. પહેલી પૂનમ પાંડે અને બીજી શર્લિન ચોપડા.
Trending Photos
નવી દિલ્હી: પોર્નોગ્રાફી કેસમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રાના પતિના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદથી સતત બે મોડલ ચર્ચામાં છે. પહેલી પૂનમ પાંડે અને બીજી શર્લિન ચોપડા. આ બંને મોડલ રાજ કુન્દ્રા કેસમાં પોતાનું નિવેદન આપી ચૂકી છે. હવે સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ન્યૂડિટી પર પોતાની સોચ દર્શકોને જણાવે છે.
ન્યૂડિટી અને પોર્નોગ્રાફી પર આપ્યું નિવેદન
અત્રે જણાવવાનું કે રાજ કુન્દ્રા મામલે તેમના સમર્થકો સતત એવું કહી રહ્યા છે કે જે કઈ પણ રાજ કરી રહ્યા હતા તે ઈરોટિકા (ન્યૂડિટી)ની શ્રેણીમાં આવે છે, પોર્નોગ્રાફીની શ્રેણીમાં નહીં. પૂનમ પાંડેનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તે પણ આવી જ કઈક વાતો કરતી જોવા મળે છે. પૂનમ મંદિરો અને આર્ટનું ઉદાહરણ આપીને એ જણાવી રહી છે કે કઈ રીતે ન્યૂડિટી એક પ્રકારની કળા છે.
પૂનમે જણાવ્યો ફરક
પૂનમ પાંડેએ વીડિયોમાં કહ્યું કે આજકાલ મને આ પ્રકારના ઢગલો મેસેજ આવે છે કે જેમાં મને કહેવાઈ રહ્યું છે કે પોર્નોગ્રાફી અને ઈરોટિકાની વ્યાખ્યા કરું. તો હું એટલી બધી યોગ્ય નથી કે હું તેની વ્યાખ્યા આપી શું પરંતુ હું ન્યૂડિટીનો અર્થ સમજુ છું કારણ કે મે તે કર્યું છે. મે ન્યૂડ ફોટોશૂટ કર્યું છે. જુઓ ન્યૂડિટી અંગે જે હું કહી શકું તે એ છે કે જો તમે આજે બુક સ્ટોર પર જાઓ છો અને તમે કામસૂત્રનું કોઈ પુસ્તક ખરીદી શકો છો.
મંદિરો અને કલાકારોનું આપ્યું ઉદાહરણ
પૂનમ પાંડેએ કહ્યું કે '70ના દાયકામાં MF હુસેન ન્યૂડ પેન્ટિંગ્સ કર્યા કરતા હતા. આ 70ના દાયકાની વાત છે. આ કલાનું જ એક સ્વરૂપ હતું. આપણી પાસે એવા મંદિર અવી ખુબસુરત જગ્યાઓ છે જ્યાં તમે નગ્ન મૂર્તિઓ જોઈ શકો છો. આ એક પ્રકારની કલા છે. આ ખુબસુરત છે. તો હું ન્યૂડિટી વિશે આ વિચારું છું. એટલે સુધી કે આપણી ફિલ્મોમાં પણ જોવા મળે છે. તેને એક પ્રકારની કલા તરીકે દેખાડાય છે. તો હું તે વિશે આ જ વિચારું છું.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે