કેવી છે વિવેક ઓબેરોયને વડાપ્રધાનના રોલમાં ચમકાવતી PM Narendra Modi? જાણવા કરો ક્લિક...
આજે ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ રિલીઝ થઈ છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં તૈયાર થયેલી આ ફિલ્મ આમ તો 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પણ વિપક્ષના વિરોધને કારણે ચૂંટણીપંચે આચારસંહિત દરમિયાન તેની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. આખરે હવે આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે.
Trending Photos
મુંબઈ : આજે ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ રિલીઝ થઈ છે. બે મહિનાથી પણ ઓછા સમયમાં તૈયાર થયેલી આ ફિલ્મ આમ તો 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પણ વિપક્ષના વિરોધને કારણે ચૂંટણીપંચે આચારસંહિત દરમિયાન તેની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. આખરે હવે આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે.
- ફિલ્મ : PM નરેન્દ્ર મોદી
- રેટિંગ : 3/5
- કલાકારો : વિવેક ઓબેરોય, બમન ઇરાની, મનોજ જોશી, દર્શન કુમાર, પ્રશાંત નારાયણ, ઝરીના વહાબ
- ડિરેક્ટર : ઓમંગ કુમાર
- લેખક : અનિરૂદ્ધ ચાવલા અને વિવેક ઓબેરોય
શું છે વાર્તા?
આ ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોડી (વિવેક ઓબેરોય)ની ચાવાળાથી વડાપ્રધાન સુધીની પ્રગતિ દર્શાવવામાં આવી છે. ફિલ્મને સત્યઘટનાઓથી પ્રેરિત કહેવામાં આવી રહી છે, પણ વિવાદોથી બચવા માટે શરૂઆતમાં વિગતવાર ડિસ્ક્લેઈમર આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની વાર્તા કહેતી આ ફિલ્મની શરૂઆત 2013ની ભાજપની તે બેઠકથી થાય છે, જેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ ફિલ્મ ફ્લેશબેકમાં ચાલી જાય છે, જ્યારે મોદી રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા. મોદીના પિતા ચાની દુકાન ચલવતા હતા અને માતા ઘરમાં વાસણ માંજતા હતા. થોડા મોટા થયા બાદ નરેન્દ્રએ પોતાના ઘરવાળાઓ પાસે સન્યાસની પરવાનગી માગી ત્યારે ઘરવાળાઓએ તેમને લગ્નના બંધનમાં બાંધવાનું વિચાર્યું. પણ નરેન્દ્રએ લગ્ન પહેલા જ ઘર છોડી દીધું. હિમાલયના પર્વતોમાં પોતાના જીવનનો ઉદ્દેશ્ય શોધવા માટે નરેન્દ્રએ RSS વર્કર તરીકે ગુજરાતમાં વાપસી કરી અને પછી પાછા વળીને ક્યારેય ન જોયું.
કેવી છે ફિલ્મ?
ડિરેક્ટર ઓમંગ કુમાર આ પહેલાં મેરી કોમ અને સરબજીત જેવી બે બાયોપિક આપી ચુક્યા છે. તેમની લેટેસ્ટ ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને પણ લગભગ આવી જ ટ્રીટમેન્ટ મળી છે. ફિલ્મની વાર્તા તેના ક્રિએટિવ પ્રોડ્યૂસર સંદીપ સિંહે લખી છે તો ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લેમાં વિવેક ઓબેરોયને પણ ક્રેડિટ મળી છે. ફર્સ્ટ હાફમાં ફિલ્મની વાર્તા મોદીના બાળપણથી ગુજરાતના કોમી રમખાણો સુધી જાય છે, તો સેકન્ડ હાફમાં તેમના ભારતના વડાપ્રધાન બનવાની પ્રગતિ દેખાડવામાં આવી છે.
કેવી છે એક્ટિંગ ?
‘મેરી કોમ’ અને ‘સરબજીત’ જેવી બાયોપિક ફિલ્મો બનાવી ચૂકેલા ઉમંગ કુમારે વડાપ્રધાન મોદી પર શાનદાર ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં વિવેકે પણ મોદીના રોલમાં સારી એક્ટિંગ કરી છે. અમિત શાહના રોલમાં મનોજ જોશીની પસંદગી પણ યોગ્ય સાબિત થઈ છે. હીરાબેન મોદીના રોલમાં ઝરીના વહાબે હૃદયસ્પર્શી એક્ટિંગ કરી છે. તેની એક્ટિંગ જોઈને લાગે છે કે તેણે વધારે ફિલ્મો કરવી જોઈએ.
ફિલ્મ જોવાય કે નહીં?
નરેન્દ્ર મોદીના ચાહક હો તો તેમના જીવનને જાણવાનો આ શ્રેષ્ઠ મોકો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે