ઇન્ટરનેટ પર આ છોકીરનો ‘દિલબર’ ડાંસ થયો વાયરલ, જુઓ VIDEO

‘સત્યમેવ જયતે’નું એક સોન્ગ ‘દિલબર’ રિલીઝના પહેલા જ દિવસથી ધૂમ મચાવી રહ્યું છે. સિંગર નેહા કક્કડના આવજમાં આ રીમિક્સ સોન્ગને લોકોએ ઘણું પસંદ કરી રહ્યા છે

ઇન્ટરનેટ પર આ છોકીરનો ‘દિલબર’ ડાંસ થયો વાયરલ, જુઓ VIDEO

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર જોન અબ્રાહમ અને મનોજ બાજપેયીની ફિલ્મ ‘સત્યમેવ જયતે’નું એક સોન્ગ ‘દિલબર’ રિલીઝના પહેલા જ દિવસથી ધૂમ મચાવી રહ્યું છે. સિંગર નેહા કક્કડના આવજમાં આ રીમિક્સ સોન્ગને લોકોએ ઘણું પસંદ કરી રહ્યા છે. એવામાં જ આ સોન્ગ પર બનાવેલા ડાન્સનો વીડિયો પણ કાંઇ ધટ એમ નથી. આ સોન્ગ પર બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ નોરા ફતેહીએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. નોરા એક ફેમસ બેલી ડાન્સર છે અને આ સોન્ગમાં તેણે આ સ્ટાઇલો ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં આ સોન્ગ યુવાનોમાં ક્રેઝ વધી ગયો છે કે કેટલાક યુવાનોએ આ સોન્ગના સ્ટેપ ફોલો કરી પોતાનો ડાન્સ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ પણ કર્યા છે.

93 લાખથી વધુ વખત જોવામાં આવ્યો આ વીડિયો
હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો લોકો દ્વારા ઘણો જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક ડાંન્સ કનિષ્કા દ્વારા કરવામાં આવેલા ડાન્સને લોકોએ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે 10 જુલાઇએ યૂટ્યૂબ પર Kanishka Talent Hub દ્વારા અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 9,350,879 વાર જોવાઇ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે કનિષ્કા એક ડાન્સર છે અને ઘણીવાર સોશિયલ મીડિયામાં તેના ડાન્સ વીડિયો શેર કરતી હોય છે. એવામાં આ નવા સોન્ગ પર કનિષ્કાનો આ ડાન્સ યુટ્યૂબ પર ધૂમ મચાવી રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો...

આમ તો, આજ સોશિયલ મીડિયામાં દેશના યુવાનોનું ટેલેન્ટ જોવા મળી રહે છે. તેમણે તેમનું ટેલેન્ટ દેખાડવા માટે ઇન્ટરનેટને તેમનું માધ્યમ બનાવી લીધું છે. આ વીડિયોને Manpreet Toor નામના એખ યુટ્યૂબ ચેનલમાં અપલોડ કર્યો હતો. એમાં કોઇ શક નથી કે આમાં છોકરીઓએ સરસ ડાન્સ પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઇએ કે દિલબરને નેહા કક્કડ, ધવાની ભાનુશાલી અને ઇક્કાએ ગાયું છે. પરંતુ આ સોન્ગ જુની ફિલ્મ ‘સિર્ફ તુમ’નું ફેમસ સોન્ગ છે. આ સોન્ગ પર સુષ્મિતા સેન ડાન્સ કરતી જોવા મળી રહી છે. ‘સિર્ફ તુમ’માં આ સોન્ગને સિંગર અલ્કા યાગ્નિક પોતાનો અવાજ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news