હિંદુ સંગઠનો બાદ મુસ્લિમ સંગઠનોએ પણ કર્યો પઠાણ ફિલ્મનો વિરોધ! શાહરૂખની ફિલ્મમાં એવું તો શું છે?
ખુર્રમે કહ્યું કે પઠાણ ફિલ્મમાં ઈસ્લામ ધર્મના કાયદા અને સિદ્ધાંતોની મજાક ઉડાવીને ઈસ્લામ ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આતેમણે કહ્યું કે આ ફિલ્મને લઈને સમગ્ર સમાજમાં ગુસ્સો છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી કે તેઓ આ ફિલ્મનો વિરોધ કરે અને સરકારે પણ આવી ફિલ્મો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.
Trending Photos
મુંબઈઃ હાલ બોલીવુડમાં એક જ ફિલ્મ સૌથી વધારે ચર્ચામાં છે. અને ફિલ્મનું નામ છે પઠાણ. શાહરુખ ખાન અભિનિત પઠાણ ફિલ્મમાં એક તરફ હોલીવુડ ફિલ્મો જેવા એક્શન સિકવન્સ ગોઠવવામાં આવ્યાં છે. ત્યારે બીજી બાજુ ફિલ્મને રૂપેરી પડદે ચમકાવવા માટે આ ફિલ્મમાં હોટ સોંગ પણ નાંખવામાં આવ્યું. ફિલ્મમાં બેશરમ રંગ નામથી એક ગીત પિક્ચરાઈઝ કરવામાં આવ્યું. આ સોંગમાં દિપીકા પાદુકોણ અને શાહરૂખ ખાન ઈન્ટિમેટ સીન કરતો જોવા મળે છે. આ સોંગમાં દિપીકા પાદુકોણે ભગવા રંગના કપડા પહેર્યા છે. જેને કારણે મોટો વિવાદ ઉભો થયો છે. આ વિવાદની વચ્ચે હવે નવો વિવાદ સામે આવ્યો છે. હિન્દુ સંગઠનો બાદ હવે ખુબ મુસ્લિમ સંગઠનો પણ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે.
પઠાણ ફિલ્મને લઈને વિવાદ ચાલુ હજુપણ યથાવત ત્યાં તો અધુરામાં પુરું હિન્દુ સંગઠનો બાદ હવે આ મુદ્દે મુસ્લિમ સંગઠનો પણ મેદાનમાં કુદ્યાં છે. મુસ્લિમ સંગઠને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. હિંદુ સંગઠનો બાદ હવે મુસ્લિમ સંગઠનો પણ આગળ આવ્યા છે અને ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન પર નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટીના ચેરમેન ઔસફ શાહમીરી ખુર્રમે પઠાણ ફિલ્મને ઈસ્લામનું અપમાન ગણાવીને પ્રતિબંધ લગાવ્યો છે.
ખુર્રમે કહ્યું કે પઠાણ ફિલ્મમાં ઈસ્લામ ધર્મના કાયદા અને સિદ્ધાંતોની મજાક ઉડાવીને ઈસ્લામ ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આતેમણે કહ્યું કે આ ફિલ્મને લઈને સમગ્ર સમાજમાં ગુસ્સો છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી કે તેઓ આ ફિલ્મનો વિરોધ કરે અને સરકારે પણ આવી ફિલ્મો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે