Pathaan Trailer Release: વિવાદો છતાં આ ફિલ્મ પર કેમ ફિદા છે લોકો, ટ્રેલર જોઈ આવી જશે ખ્યાલ

Pathaan Trailer Out: શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. મેકર્સે હવે ફિલ્મ પઠાણનું ધમાકેદાર ટ્રેલર (Pathaan Trailer) રિલીઝ કરી દીધું છે. ફિલ્મ પઠાણ આ વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતો પછી ચાહકોની આતુરતા ફિલ્મથી વધી ગઇ હતી.

Pathaan Trailer Release: વિવાદો છતાં આ ફિલ્મ પર કેમ ફિદા છે લોકો, ટ્રેલર જોઈ આવી જશે ખ્યાલ

Pathaan Trailer Release: આજે પઠાણ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. લાખ વિરોધ અને બુમબરાડા છતાંય આ ફિલ્મ પર કેમ ફિદા છે લોકોએ તમને ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જશે. પઠાણ ફિલ્મમાં દીપિકાના બિકીનીની ભારે બુમાબુમ થઈ હતી. બિકીનીના કલરે તો ભઈ ભારે કરી હતી. કેટલાંક સંગઠનોએ આને હિન્દી સંસ્કૃતિનું અપમાન ગણાવીને તેનો વિરોધ કર્યો. તો બીજી તરફ બોલીવુડના જ કેટલાંક લોકોએ તેનું સામે આવીને સમર્થન કર્યું. વળી એક વર્ગ એવો પણ હતો જેણે અગાઉની ફિલ્મોમાં લેવાયેલાં બિકીની સીન્સની વાત કરીને આ ફિલ્મનો બચાવ કર્યો. 

શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. મેકર્સે હવે ફિલ્મ પઠાણનું ધમાકેદાર ટ્રેલર (Pathaan Trailer) રિલીઝ કરી દીધું છે. ફિલ્મ પઠાણ આ વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના શાનદાર પોસ્ટર અને ગીતો પછી ચાહકોની આતુરતા ફિલ્મથી વધી ગઇ હતી.

યશ રાજે પઠાણનું ટ્રેલર તેમના વિવિધ સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે તે એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થયું છે. હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુના ચાહકો પણ કિંગ ખાનની પઠાણના ટ્રેલરની મજા માણશે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પહેલીવાર વિલનની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ વચ્ચેની ફિલ્મમાં દર્શકોને જબરદસ્ત એક્શન જોવા મળશે. તમને જણાવી દઈએ કે પહેલીવાર જોન અબ્રાહમ, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ત્રિપુટી જોવા મળશે.

શાહરૂખ ખાનની ઝીરો અને માય નેમ ઈઝ ખાનની જેમ પઠાણ પણ વિવાદોથી દૂર રહી શકી ન હતી અને આ ફિલ્મનું પહેલું ગીત દર્શકોની સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણે પહેરેલી કેસરી રંગની મોનિકિની ચર્ચાનો વિષય બની હતી અને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધી શાહરૂખ ખાનની ફિલ્મ અને ગીતનો વિરોધ કરવામાં આવ્યો હતો.

SRKનું કમબેક:
શાહરૂખ ખાન છેલ્લે અનુષ્કા શર્મા સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. જેનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. લગભગ ચાર વર્ષ પછી કિંગ ખાન કમબેક કરી રહ્યો છે અને તેની પ્રથમ ફિલ્મ પઠાણ હશે.

શાહરૂખ પઠાણને હિટ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. બોડી બનાવવાથી લઈને ફિલ્મના પ્રમોશન સુધી કિંગ ખાન દરેક યુક્તિ અજમાવી રહ્યો છે. પઠાણ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. જેનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ વિશ્વભરમાં અનેક સ્થળોએ કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news