Orry: સલમાન ખાન સામે ઓરીએ કર્યા ચોંકાવનારા ખુલાસા, મિત્રોએ 2 વખત કર્યો મારવાનો પ્રયાસ

Orry In Bigg Boss 17: ઓરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે તેનું કારણ છે બોલીવુડ સેલિબ્રિટીઝ તેના બેસ્ટ ફ્રેન્ડ છે. ખાસ કરીને આજના સમયમાં સ્ટાર કિડ્સ ઓરીના મિત્રો છે અને દરેક પાર્ટીમાં ઓરી સેલિબ્રિટી બનીને એન્ટ્રી કરે છે. જોકે ઓરી કોણ છે અને એવું તે શું કામ કરે છે જેના કારણે સ્ટાર કિડ્સ તેના બેસ્ટ ફ્રેન્ડ છે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. ઓરીએ પોતાની આ પ્રખ્યાતીના કારણે બિગ બોસ 17 માં પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે.

Orry: સલમાન ખાન સામે ઓરીએ કર્યા ચોંકાવનારા ખુલાસા, મિત્રોએ 2 વખત કર્યો મારવાનો પ્રયાસ

Orry In Bigg Boss 17: છેલ્લા કેટલાક સમયથી સેલિબ્રિટી બની ગયેલો ઓરી બિગ બોસ 17 ના ઘરમાં એન્ટ્રી કરી ચૂક્યો છે. ઓરી કોણ છે અને તે શું કરે છે તે સામાન્ય લોકો માટે મોટો પ્રશ્ન છે. ઓરી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે તેનું કારણ છે બોલીવુડ સેલિબ્રિટીઝ તેના બેસ્ટ ફ્રેન્ડ છે. ખાસ કરીને આજના સમયમાં સ્ટાર કિડ્સ ઓરીના મિત્રો છે અને દરેક પાર્ટીમાં ઓરી સેલિબ્રિટી બનીને એન્ટ્રી કરે છે. જોકે ઓરી કોણ છે અને એવું તે શું કામ કરે છે જેના કારણે સ્ટાર કિડ્સ તેના બેસ્ટ ફ્રેન્ડ છે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. ઓરીએ પોતાની આ પ્રખ્યાતીના કારણે બિગ બોસ 17 માં પણ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી છે.

બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા શોના હોસ્ટ સલમાન ખાન સાથે તેણે વાતચીત કરી હતી અને તેમાં પાર્ટીથી લઈને તેની પર્સનલ લાઈફને લઈને ઓરીએ એવા ખુલાસા કર્યા કે જેના વિશે સાંભળીને સલમાન ખાન પણ કંટ્રોલ કરી શક્યો નહીં અને ખડખડાટ હસી પડ્યો. ઓરીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના કેટલાક મિત્રો તેને ધક્કા મારી રહ્યા છે અને ઓરી ડાન્સ કરે છે. જ્યારે આ વીડિયો ક્લિપ વિશે સલમાન ખાન પૂછે છે તો ઓરી ખુલાસો કરે છે કે કેવી રીતે તેના મિત્રોએ તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. 

ઓરીએ કહ્યું હતું કે એક વખત હેલોવીન પાર્ટીમાં ડાન્સ કરતી વખતે તેના મિત્રો તેને ધક્કા મારવા લાગ્યા હતા. આ રીલ વાયરલ પણ થઈ હતી અને તે પડી ગયો હતો. જે જગ્યા પર આ ઘટના બની ત્યાં એક બારી પણ હતી જો તે નીચે પડી ગયો હોત તો તેનો જીવ પણ જતો રહ્યો હોત. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવી લીધો કારણકે તેમાં પ્રૂફ હતા. 

ઓરીએ આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ત્યારે કેપ્શન માં લખ્યું કે, વધુ એક દિવસ વધુ એક પાર્ટી અને હત્યાનો પ્રયાસ... આ સિવાય તેણે એક અન્ય ઘટના વિશે પણ જણાવ્યું જેમાં તેણે કહ્યું કે તેની એક મહિલા મિત્રએ તેને દારૂ પીવડાવ્યો અને પછી એક પુલ પાર્ટીમાં એકલો મૂકી દીધો. જો તે પુલમાં પડી ગયો હોત તો તે મરી ગયો હોત. કારણ કે તે નશામાં હતો અને તેની નજર પણ નબળી છે. 

આટલી વાત કર્યા પછી ઓરીએ સલમાન ખાનને પણ આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપી. ઓરીની આ સલાહ સાંભળીને સલમાન ખાન પોતાનું હસવું રોકી શક્યો નહીં. ત્યાર પછી સલમાન ખાને ઓરીને જવાબ આપ્યો કે આવા મર્ડર તો તેના રોજ થાય છે તે ક્યારેય તેના પર ધ્યાન આપતો નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news