TMC સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો

બંગાળી અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાં છેલ્લાં ઘણા સમયથી પ્રેગનન્સીના સમાચારથી ચર્ચામાં હતી. હવે સમાચાર છે કે નુસરત જહાં માતા બની છે અને તેણે પુત્રને જન્મ આપ્યો છે. 

TMC સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો

કોલકાતા: બંગાળી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાંએ પુત્રને જન્મ આપ્યો છે.  હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે. અત્રે જણાવવાનું કે નુસરત જહાંએ ડિલિવરીના ગણતરીના કલાકો પહેલા પોતાની એક તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે 'ડર પર વિશ્વાસ'. 

બંગાળી ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ નુસરત જહાંએ પતિ નિખિલ જૈન સાથે બગડેલા સંબંધો વિશે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nusrat (@nusratchirps)

કોણ છે નુસરતના બાળકનો પિતા
નુસરત જહાં બંગાળી ફિલ્મોના અભિનેતા અને બીજેપી નેતા યશ દાસગુપ્તાને ડેટ કરી રહી છે. બંને સાથે રાજસ્થાન ફરવા પણ ગયા હતા. અને હાલમાં 24 તારીખે બંનેએ એકસરખા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જોકે નુસરતના બાળકનો પિતા કોણ છે તે અંગે બંનેમાંથી કોઈએ હજુ સુધી કોઈ જ નિવેદન આપ્યું નથી.

બે વર્ષ પહેલાં થયા હતા લગ્ન
નુસરત જહાંએ 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. જોકે ગયા વર્ષથી નુસરત પોતાના પતિથી અલગ રહેતી હતી. અને તેણે પોતાના લગ્નને પણ માનવાનો ઈનકાર કર્યો હતો. નિખિલે પણ નુસરતના આ બાળકને પોતાનું માનવાનો ઈનકાર કરી દીધો હતો. કેમ કે છેલ્લાં 6 મહિના કરતાં વધારે સમયથી બંને સાથે રહેતા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news