કંગનાએ ઉભો કર્યો નવો વિવાદ, લપેટામાં આવી શકે છે સરકાર

એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લે 'મણિકર્ણિકા-ધ ક્વિન ઓફ ઝાંસી'માં જોવા મળી હતી

કંગનાએ ઉભો કર્યો નવો વિવાદ, લપેટામાં આવી શકે છે સરકાર

મુંબઈ : એક્ટ્રેસ કંગના રનૌત છેલ્લે 'મણિકર્ણિકા-ધ ક્વિન ઓફ ઝાંસી'માં જોવા મળી હતી. હવે કંગનાએ આ ફિલ્મ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે જો તેને લક્ષ્મીબાઈનો રોલ ભજવવા માટે નેશનલ અવોર્ડ નહીં મળે તો નેશનલ અવોર્ડની વિશ્વસનીયતા વિશે ચોક્કસ સવાલ ઉભા થશે. પોતાના 32મા જન્મદિવસની ઉજવણી વખતે કંગનાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કંગના આ પહેલાં ક્વિન, ફેશન અને તનુ વેડ્સ મનુ માટે નેશનલ અવોર્ડ મળી ચૂક્યો છે. જોકે કંગનાને હવે લાગે છે જો તેને મણિકર્ણિકા માટે અવોર્ડ નહીં મળે તો એની વિશ્વસનીયતા જોખમાશે.

નોંધનીય છે કે ગત વર્ષથી બોલિવૂડમાં બાયોપિક્સની બોલબાલા ચાલી રહી છે, પહેલા જ્યાં ખેલાડીઓની બાયોપિક્સે બોક્સ ઓફિસ પર ધમાલ કરી તો હવે ચૂંટણીના સમયમાં રાજનીતિના ચહેરાની બાયોપિક્સ રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિલસિલામાં હતે સાઉથની અભિનેત્રી અને રાજનેત્રી રહેલા જયલલિતાની બાયોપિક બનવાની તૈયારી થઈ ચુકી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં કંગના રનૌત જોવા મળશે. 

મળતી માહિતી પ્રમાણે કંગનાને આ પ્રોજેક્ટ માટે 24 કરોડ રૂપિયા જેટલી મોટી  ફી ચૂકવવામાં આવશે. આ ફિલ્મ હિન્દી અને તામિલ એમ બે ભાષામાં બનાવવામાં આવશે. આ ફી મેળવીને કંગના ભારતની સૌથી વધારે ફી મેળવતી હિરોઇન બની જશે. આ પહેલાં પદ્માવત માટે દીપિકા પાદુકોણને 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને તેને સૌથી વધારે ફી મેળવનારી હિરોઇન ગણાવાઈ હતી. જોકે હવે કંગનાએ તેના કરતા લગભગ ડબલ ફી મેળવીને આ બિરૂદ અંકે કરી લીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news