રિલીઝ થયું 'લવરાત્રિ'નું નવું ગીત ‘તેરા હુઆ’, જોઈને ઝુમી ઉઠશો

5 ઓક્ટોબરના દિવસે થિયેટરમાં રિલીઝ થશે આયુષની પહેલી ફિલ્મ

રિલીઝ થયું 'લવરાત્રિ'નું નવું ગીત ‘તેરા હુઆ’, જોઈને ઝુમી ઉઠશો

મુંબઈ : સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘લવરાત્રિ‘ની રિલીઝમાં હવે એક અઠવાડિયાની જ વાર છે. આ ફિલ્મથી સલમાન પોતાના જીજાજી આયુષને લોન્ચ કી રહ્યો છે અને ફિલ્મની હિરોઇન છે વરીના હુસૈન. આ ફિલ્મના અત્યાર સુધી રિલીઝ થયેલા બે ગીતો ‘છોગાળા‘ અને ‘અખ લડ જાવે’માં વરીના અને આયુષની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. 

હાલમાં ફિલ્મનું ત્રીજું રોમેન્ટિક ગીત 'તેરા હુઆ' રિલીઝ થયું છે. આ ગીતમાં આયુષ અને વરીના વડોદરા શહેરમાં ફરતા દેખાય છે. આ શહેર ફરતાફરતા તેમની લવસ્ટોરી રંગ પકડે છે. 

આ ગીતને આતિફ અસલમે ગાયું છે અને શબ્દો લખ્યા છે શબ્બીર અહમદ અને અરાફાત મહમૂદે. આ ગીતને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. આ ફિલ્મનું ડિરેક્શન અભિરાજ મીનાવાલાએ કર્યું છે. ફિલ્મમાં રામ કપૂર અને રોનિત રોયે મહત્વનો રોલ કર્યો છે તેમજ અરબાઝ અને સોહેલ કેમિયો કરતા જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news