બોલીવુડની ફેમસ સિંગરને થઈ આ ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી જિંદગી લઈ રહી છે'

જોકે, નેહા ભસીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ખરાબ દિવસોને યાદ કરતા એક લાંબી નોટ લીખી છે. આ નોટમાં તેણે પોતાની હેલ્થ સાથે જોડાયેલી વાતો પણ પ્રશંસકોની સાથે શેર કરી. નેહાએ આ પોસ્ટમાં લખ્યું છે કે, જ્યારે તે એનએજમાં હતી, ત્યારે પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડરથી ઝઝૂમી રહી હતી.

બોલીવુડની ફેમસ સિંગરને થઈ આ ગંભીર બિમારી, 10 કિલો વજન ઘટ્યું! કહ્યું; 'આ બિમારી મારી જિંદગી લઈ રહી છે'

Neha Bhasin Share Emotional Post With Fans: ફિલ્મ ઈન્ડરસ્ટ્રીની પોપુલર સિંગર અને બિસ બોસ ઓટીટીની એક્સ કન્ટેસ્ટેન્ટ નેહા ભસીન એકવાર ફરી ચર્ચામાં આવી છે. જોકે, આ વખતે તે પોતાના બિદાસ્ત લુક નહીં પરંતુ એક ગંભીર બિમારીને લઈને અહેવાલોમાં છે. હાલમાં જ નેહાએ ખુલાસો કર્યો છે કે તે પ્રીમેન્સ્ટ્રુઅલ જિસ્ફોરિક ડિસઓર્ડર (PMDD) થી ઝઝૂમી રહી છે. તેને લઈને હવે એકવાર ફરી તેમણે ઈમોશનલલ પોસ્ટ શેર કરી છે.

નેહાએ પ્રશંસકો સાથે શેર કરી ઈમોશનલ પોસ્ટ
જોકે, નેહા ભસીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ખરાબ દિવસોને યાદ કરતા એક લાંબી નોટ લીખી છે. આ નોટમાં તેણે પોતાની હેલ્થ સાથે જોડાયેલી વાતો પણ પ્રશંસકોની સાથે શેર કરી. નેહાએ આ પોસ્ટમાં લખ્યું છે કે, જ્યારે તે એનએજમાં હતી, ત્યારે પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડરથી ઝઝૂમી રહી હતી. પછી વર્ષ 2022 પણ ખરાબ રહ્યું હતું. જ્યારે તેમણે એ ખબર પડી કે તેમના અંદર પ્રોજેસ્ટેરોનની કમી છે. આ ખુબ જ ગંભીર બિમારી છે. તેના કારણે દર 15 દિવસમાં તેનું ઉઠવું-બેસવું અને જીવવું મુશ્કેલ બની જાય છે.

લોકોએ મને ખુબ જ ખરાબ સંભળાવ્યું: નેહા
નેહા ભસીને પોતાની આ પોસ્ટમાં બોડી શેમિંગ અને ટ્રોલિંગને લઈને પણ વાત કરી. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર લોકોએ તેમણે ખરાબ રીતે ટ્રોલ કરી. સિંગરે લખ્યું કે મારા વધેલા વજનને લઈને મેં લોકોનું ખુબ સાંભળ્યું છે. પરંતુ હવે મેં તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું છે. હવે બસ સતત પુશઅપ્સ અને વર્કઆઉટ મારફતે પોતાનું વજન ઓછું કરવાની કોશિશ કરી રહી છે. જોકે, તેનો અત્યારે તેમની બોડી પર કોઈ અસર જોવા મળી રહી નથી.

આ બિમારી મારી જિંદગી લઈ રહી છે- નેહા ભસીન
નેહાએ પોતાની પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે, ઘણા વર્ષથી મારી સારવાર ચાલી રહી છે, પરંતુ છતાં તે મારી જિંદગી લઈ રહ્યું છે. મારી જાતને અંદરથી ખોઈ રહી છું. વર્ષ 2022થી હું દવાઓ પર છું. જોકે મે કોશિશ કરી છે કે દવા વગર સ્વસ્થ થઈ જાય, પરંતુ એવું થઈ રહ્યું નથી...'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news