ડિમ્પલ અને રાજેશ ખન્નાના લગ્નથી નીતુ કપૂરની કારકિર્દી પર કેમ પડી અસર, અભિનેત્રીએ પોતે જ કર્યો ખુલાસો

ડિમ્પલ અને રાજેશ ખન્નાના લગ્નથી નીતુ કપૂરની કારકિર્દી પર કેમ પડી અસર, અભિનેત્રીએ પોતે જ કર્યો ખુલાસો

નવી દિલ્લીઃ નીતુ કપૂરે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. નીતું કપૂર એક વખત એવો ખુલાસો કર્યો કર્યો હતો કે,  ઋષિ કપૂર સાથે તેની પ્રથમ મુલાકાત ખૂબ જ ડરામણી હતી. બાદમાં તેણે જણાવ્યું કે પછી બન્નેને એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર આવવા લાગી હતી. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂરે વર્ષ 1980માં અભિનેતા ઋષિ કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. ઋષિ કપૂરનું કેન્સરની બિમારીથી એપ્રિલ 2020માં 68 વર્ષની વયે અવસાન થયું હતું. એક જૂના ઈન્ટરવ્યુમાં નીતુ કપૂરે જણાવ્યું હતું કે જ્યારે તે પહેલી વખત ઋષિ કપૂરને મળ્યા ત્યારે તેમને ઋષિ કપૂર બિલકુલ પસંદ ન હતા. 

બન્નેની પહેલી મુલાકાત-
થોડાં વર્ષો પહેલાં નીતુ કપૂરે એક રેડિયો શો પર વાત કરતાં કહ્યું હતું કે 'ઋષિ કપૂર સાથેની મારી પહેલી મુલાકાત ડરામણી હતી. તેમને ગુંડાગીરી કરવાની આદત હતી, તેથી તે મારા મેકઅપ અને કપડાં પર કમેન્ટ કરતા રહેતા હતા જેથી મને ખૂબ ગુસ્સો આવતો હતો. નીતુ કપૂરે આગળ જણાવ્યું કે,  'બોબી સુપરહિટ થયા પછી, ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા અને ઋષિની બીજી કોઈ હિરોઈન બાકી રહી ન હતી કારણ કે દરેક વ્યક્તિ તેના કરતા મોટી દેખાતી હતી. હું એકમાત્ર યુવા અભિનેત્રી હતી. આવી સ્થિતિમાં તેમની તમામ ફિલ્મોની ઓફર મારી પાસે આવવા લાગી.

ઉલ્લેખનીય છેેકે, નીતૂ કપૂર પણ તે જમાનાની હોટ હીરોઈન હતી. નીતૂ કપૂરના પણ ત્યારે લોકો ચાહકો દિવાના હતાં. જોકે, તે સમયનો ચોકલેટી બોય ગણાતો કપૂર ખાનદાનનો શહેજાદો રીષી કપૂર ખુદ નીતૂનો દિવાનો બની ગયો હતો. જેથી સમયની સાથે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો અને થોડા જ સમયમાં બન્નેએ લગ્ન કરી લીધાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news