હવે આ બોલિવૂડ સિંગર કરી રહી છે એક્ટર નિહાર પંડ્યા સાથે લગ્ન !

બોલિવૂડમાં ગયા વર્ષે અનેક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાઈ હતી

હવે આ બોલિવૂડ સિંગર કરી રહી છે એક્ટર નિહાર પંડ્યા સાથે લગ્ન !

નવી દિલ્હી : બોલિવૂડમાં ગયા વર્ષે અનેક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાઈ હતી. હવે 2019માં પણ અનેક સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બોલિવૂડમાંથી મળેલી અપડેટ પ્રમાણે દીપિકા પાદુકોણનો એક્સ બોયફ્રેન્ડ બહુ જલ્દી ગાયિકા નીતિ મોહન સાથે લગ્ન કરવાનો છે. નીતિ ગજબની ખૂબસુરત છે અને સાથેસાથે ટેલેન્ટેડ સિંગર પણ છે. નિહાર અને નીતિ લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા અને હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.  મળતી માહિતી પ્રમાણે આ લગ્ન સમારોહ 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન્સ ડેની બપોરે મહેંદીથી શરૂ થશે અને રાત્રે સંગીત તેમજ સગાઈ થશે.

આ લગ્ન હૈદરાબાદના નિઝામના મહેલ ફલકનુમા પેલેસમાં થશે. આ લગ્નમાં રણવીર-દીપિકાના લગ્નમાં પર્ફોર્મન્સ આપનાર હર્ષદીપ કૌર પણ પફોર્મ કરશે. આ જોડી મહિનાના અંતમાં મુંબઈમાં એક રિસેપ્શન પણ આપશે. લગ્ન પહેલાં નીતિ પોતાની બહેન શક્તિ, મુક્તિ, કૃતિ અને આયુષ્યમાનની પત્ની તાહિરા સાથે ગોવામાં બેચલર પાર્ટી સેલિબ્રેટ કરતી જોવા મળી હતી. 

નિહારની કરિયરની વાત કરીએ તો તેણે હાલમાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. તે કંગના રનૌતની આગામી બિગ બજેટ ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'માં મહત્વના રોલમાં જોવા મળ્યો હતો. નીતિની વાત કરીએ તો એ બોલિવૂડની ફેમસ સિંગર છે. તેણે 'જબ તક હૈ જાન' અને 'સોનૂ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મોના ગીત ગાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news