Mast Mein Rehne Ka: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે નીના ગુપ્તા, જેકી શ્રોફની નવી ફિલ્મ, આ દિવસે થશે રિલીઝ

Mast Mein Rehne Ka: વિજય મૌર્ય દ્વારા લખવામાં આવેલી અને નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ પાયલ અરોરા અને વિજય મૌર્ય એ પોતાના બેનર મેડ ઇન મોર્ય હેઠળ કર્યું છે. ફિલ્મમાં એક નહીં પરંતુ અનેક પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. જેમાં મુખ્ય ભૂમિકામાં જેકી શ્રોફ અને નીના ગુપ્તા હશે તેમની સાથે અભિષેક ચૌહાણ, મોનિકા પંવાર, રાખી સાવંત અને ફેસલ મલિક પણ જોવા મળશે.

Mast Mein Rehne Ka: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે નીના ગુપ્તા, જેકી શ્રોફની નવી ફિલ્મ, આ દિવસે થશે રિલીઝ

Mast Mein Rehne Ka: એમેઝોન પ્રાઈમ દ્વારા તેની અપકમિંગ હિન્દી ફિલ્મ મસ્ત મેં રહેને કા નુ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 8 ડિસેમ્બરે ભારત અને અન્ય 240 દેશમાં એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોવા મળશે. બોલીવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ આ ફિલ્મનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આ અંગે જાણકારી આપી છે. નીના ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યું છે કે શું તમે જીવનભરની યાત્રા માટે તૈયાર છો ? આ કેપ્શન સાથેના ગુપ્તાએ હસતી ઇમોજી શેર કરી છે.

વિજય મૌર્ય દ્વારા લખવામાં આવેલી અને નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ પાયલ અરોરા અને વિજય મૌર્ય એ પોતાના બેનર મેડ ઇન મોર્ય હેઠળ કર્યું છે. ફિલ્મમાં એક નહીં પરંતુ અનેક પ્રતિભાશાળી કલાકારો જોવા મળશે. જેમાં મુખ્ય ભૂમિકામાં જેકી શ્રોફ અને નીના ગુપ્તા હશે તેમની સાથે અભિષેક ચૌહાણ, મોનિકા પંવાર, રાખી સાવંત અને ફેસલ મલિક પણ જોવા મળશે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neena Gupta (@neena_gupta)

મસ્ત મે રહેને કા ફિલ્મ એક હૃદય સ્પર્શી સ્ટોરી છે. જેમાં બે અલગ અલગ પેઢીઓ જોવા મળશે. ફિલ્મોમાં પ્રેમ અને જીવનમાં બીજી તક જેવા વિષયો સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મ એવો અનુભવ કરાવશે કે જીવન એક એવો ખજાનો છે જેને સંભાળીને રાખવો જોઈએ જીવનનો ભરપૂર અનુભવ લેવો જોઈએ ભલે તમારી ઉંમર કોઈપણ હોય અને તમારી સામે અનેક મુશ્કેલીઓ આવતી રહે. 

આ ફિલ્મ ઉપરાંત નીના ગુપ્તા અનુરાગ કશ્યપ દ્વારા નિર્દેશિત ફિલ્મ મેટ્રો ઇન દિનોમાં પણ જોવા મળશે. જ્યારે આ ફિલ્મ સિવાય જેકી શ્રોફ બાપ ફિલ્મમાં જોવા મળશે જેનું નિર્દેશન અહેમદ ખાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ સાથે સની દેઓલ, સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી પણ જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news