'દેવો કે દેવ મહાદેવ'ની અભિનેત્રીને NCB એ દબોચી, ડ્રગ્સ ખરીદતાં પકડાઇ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ટેલીવિઝન અભિનેત્રી પ્રીતિકા ચૌહાણ (Preetika Chauhan) અને ડ્રગ પેડલર ફૈસલને ગાંજા રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

'દેવો કે દેવ મહાદેવ'ની અભિનેત્રીને NCB એ દબોચી, ડ્રગ્સ ખરીદતાં પકડાઇ

નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ટેલીવિઝન અભિનેત્રી પ્રીતિકા ચૌહાણ (Preetika Chauhan) અને ડ્રગ પેડલર ફૈસલને ગાંજા રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ અહીં રવિવારે આ જાણકારી આપી. માદક પદાર્થ માટે એક સોદા વિશે જાણકારી મળ્યા બાદ, એનસીબી-મુંબઇ ઝોનલ યુનિટના અધિકારીઓએ શનિવારે મોટી સાંજે માછીમારોના ગામ વર્સોવાથી બંનેને પકડી પાડ્યા, અને તેમની પાસે 99 ગ્રામ 'મારિજુઆના' જપ્ત કર્યું. 

બંનેએ કથિત રીતે નજીકના વર્સોવામાં રહેનાર એક વ્યક્તિ દીપક રાઠૌર સાથે તેની સોર્સિસની વાત કબૂલી છે. 

એનસીબીએ કહ્યું કે તેમણે રવિવારે રિમાંડ માટે એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આગાળની તપાસ ચાલી રહી છે. 

— ANI (@ANI) October 25, 2020

હિમાચલ પ્રદેશની રહેવાસી 30 વર્ષની પ્રીતિકા ચૌહાણને ગત પાંચ વર્ષોમાં સીઆઇડી, સાવધાન ઇન્ડિયા અને સંકટમોચન મહાબલી હનુમાન જેવી ટીવી સીરિયલોમાં કામ કર્યું છે. 

એક અન્ય કાર્યવાહીમાં, એનસીબી અધિકારીઓએ શનિવારે મોડી સાંજે મસ્જિદ બંદર સ્ટેશન પાસે એક તંજાનિયાઇ નાગરિકને 4 ગ્રામ કોકીન સાથે ધરપકડ કરી. આરોપી બ્રૂનો જોન નગવાલે સાથે પૂછપરછ કર્યા બાદ, વર્સોવાના એક પરિસરમાં રેડ પાડી અને 4.40 ગ્રામ 'એક્સટસી' અને 1.88 ગ્રામ એમડીએમએ જપ્ત કરવામાં આવ્યું. 

વર્સોવાના રિહિત હીરેની પણ ધરપકડ કરવામાં આવી અને એક વાહનમાંથી 325 ગ્રામ 'ગા6જો', 32 ગ્રામ 'ચરસ' અને 5 ગ્રામ મેથમ્ફેટામાઇન સાથે 12,999 રૂપિયા જપ્ત કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news