Munawar Faruqui: મુનાવર ફારુકીએ નિકાહ પછી પત્ની સાથે કટ કરી કેક, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

Munawar Faruqui Marriage Photos: મુનાવર ફારૂકીના લગ્નની ચર્ચાને કન્ફર્મ માનવામાં આવી રહી છે. કારણ કે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. મહેજબિન કોટવાલા અને મુન્નાવરની આ તસ્વીરો વાયરલ થતા લોકો તેમને લગ્ન માટે શુભેચ્છાઓ આપવા લાગ્યા છે. 

Munawar Faruqui: મુનાવર ફારુકીએ નિકાહ પછી પત્ની સાથે કટ કરી કેક, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

Munawar Faruqui Marriage Photos: Bigg boss 17 ના વિનર અને કોમેડીયન મુનાવર ફારુકીના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. થોડા દિવસ પહેલા હોસ્પિટલમાં એડમિટ મુન્નાવર હવે લગ્નને લઈને ચર્ચામાં છે. ચર્ચાઓ છે કે તેણે ગુપચુપ રીતે બીજા લગ્ન કરી લીધા છે. મુનાવર ફારૂકીના લગ્નની ચર્ચાને કન્ફર્મ માનવામાં આવી રહી છે. કારણ કે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. 

સોશિયલ મીડિયા પર મુનાવર ફારૂકી અને મહેજબિન કોટવાલાની કેટલી તસવીરો સામે આવી છે. જેમાં મુનાવર ફારૂકી મહેજબીનનો હાથ પકડીને કેક કાપતો જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરો તેમના નિકાહ પછીની છે. નિકાહ પછી બંનેએ સાથે કેક કટ કરી હતી જેની આ તસવીરો છે. આ તસવીરોમાં મુન્નાવર મહેજબિન સાથે પોઝ આપતો જોવા મળે છે. આ તસવીરો વાયરલ થયા પછી મુનાવરના બીજા લગ્નની વાતને કંફર્મ માનવામાં આવી રહી છે. 

મહેજબિન કોટવાલા અને મુન્નાવરની આ તસ્વીરો વાયરલ થતા લોકો તેમને લગ્ન માટે શુભેચ્છાઓ આપવા લાગ્યા છે. જણાવી દઈએ કે મુનાવર ફારુકીની બીજી પત્ની મહેજબિન કોટવાલાના પણ આ બીજા લગ્ન છે. તેને એક દસ વર્ષની દીકરી પણ છે. મુનાવરના પણ આ બીજા લગ્ન છે અને તેને પહેલાથી એક દીકરો છે. બંનેની મુલાકાત પહેલી વખત પ્રોફેશનલ રીતે થઈ હતી. 

— Kalim (MKJW) 🇮🇳 (@kalim722) May 29, 2024

મીડિયા રિપોર્ટ અનુસાર મુનાવર ફારૂકી અને મહેજબિન કોટવાલાના લગ્ન 26 મે અને રવિવારે મુંબઈની આઈટીસી ગ્રાન્ડ મરાઠામાં થયા હતા. અહીં એક રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં હિના ખાન પણ પહોંચી હતી. જોકે નિકાહ અને આ તસવીરો અંગે મુનાવર ફારૂકી તરફથી કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news