આર્યન ખાનને મુંબઇ ડ્રગ્સ કેસમાં મળી મોટી રાહત, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય

મુંબઇ ડ્રગ્સ કેસ (Mumbai Drugs Case) મામલે શાહરૂખ ખાન (Shahrukh Khan) ના લાડલા આર્યન ખાન (Aryan Khan) ને મોટી રાહત મળી છે. મુંબઇ હાઈ કોર્ટે હાલમાં જ તેનો નિર્ણય સંભળાવ્યો છે.

આર્યન ખાનને મુંબઇ ડ્રગ્સ કેસમાં મળી મોટી રાહત, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય

નવી દિલ્હી: મુંબઇ ડ્રગ્સ કેસ (Mumbai Drugs Case) મામલે શાહરૂખ ખાન (Shahrukh Khan) ના લાડલા આર્યન ખાન (Aryan Khan) ને મોટી રાહત મળી છે. હવે આર્યન ખાનને દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં હાજરી આપવાથી રાહત મળી છે. આ સંબંધમાં આર્યન ખાને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે.

કોર્ટે આર્યન ખાનને આપી રાહત
મુંબઇ ડ્રગ્સ કેસમાં મુંબઇ હાઈ કોર્ટે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ને રાહત આપી છે. આર્યન ખાન 28 ઓક્ટોબરના જામીન અરજી પર મુક્ત થયો હતો. ત્યારબાદ આર્યન ખાનને શરતીજામીન તરીકે દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં રિપોર્ટ કરવા કહ્યું હતું. હવે મુંબઇ હાઈ કોર્ટે આર્યન ખાનને દર શુક્રવારના એનસીબી કાર્યાલયમાં હાજરી આપવામાંથી રાહત આપી છે. તમને જણાવી દઈએ કે, આ સંબંધમાં આર્યન ખાને કોર્ટમાં અરજી દાખ કરી હતી. કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો.

હજુ પણ આ નિયમોનું કરવું પડશે પાલન
આર્યન ખાન (Aryan Khan) ને દર શુક્રવારે એનસીબી કાર્યાલયમાં હાજરી આપવામાંથી રાહત મળી છે પરંતુ કોર્ટે આ પણ જણાવ્યું છે કે, જ્યારે પણ કેસની તપાસ કરી રહેલી દિલ્હી એસઆઇટી આર્યન ખાનને સમન્સ આપશે ત્યારે તેને પૂછપરછ માટે હાજર થવું પડશે. સાથે જ જો આર્યન ખાન મુંબઇ છોડવા ઇચ્છે છે તો તપાસ અધિકારીઓને તેની જાણકારી આપવી ફરજિયાત કરવામાં આવી છે.

આર્યન ખાને કહી આ વાત
અગાઉ આર્યન ખાન (Aryan Khan) એ તેની અરજીમાં ફરિયાદ કરી હતી કે એનસીબી કાર્યાલયમાં જવા માટે મીડિયા કર્મચારીઓ અને લોકોની ભારે ભીડ હોય છે. આવા સંજોગોમાં પોલીસે આર્યન ખાનને ઓફિસની અંદર અને બહાર જોર લગાવીને લઇ જવો પડે છે. આર્યન ખાને અરજીમાં કહ્યું હતું કે, તે આ સમસ્યાથી પીડિત છે. હાઈ કોર્ટે આ મામલે આજે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news