India's Most Wanted Review : આતંકી પર કેવી રીતે ભારે પડે છે અર્જુન અને તેની ટીમ? જાણવા કરો ક્લિક

આ ફિલ્મ ભારતના અજાણ જાંબાઝોને સમર્પિત છે. દાયકા પહેલાં ભારતમાં યાસિન ભટકલ નામના આતંકીએ બ્લાસ્ટ કરીને હાહાકાર મચાવી દીધો છે. 

India's Most Wanted Review : આતંકી પર કેવી રીતે ભારે પડે છે અર્જુન અને તેની ટીમ? જાણવા કરો ક્લિક

મુંબઈ : આજે રિલીઝ થયેલી ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડને રાજ કુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે જે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘રેડ’ જેવી સફળ ફિલ્મ આપી ચૂક્યા છે. આ સફળતા બાદ જ રાજકુમાર ગુપ્તાને ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નો વિચાર આવ્યો. આ ફિલ્મ માટે અર્જુન કપૂર તેમની પહેલી પસંદ હતો. વર્ષ 2018માં મે મહિનામાં આ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ હતી. ફિલ્મનું શૂટિંગ ભારત સાથે નેપાળમાં પણ કરાયું છે. ફિલ્મને 24 મે 2019એ રિલીઝ કરવામાં આવશે.

  • ફિલ્મ : ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ
  • રેટિંગ : 3/5
  • કલાકારો : અર્જુન કપૂર, રાજેશ શર્મા
  • ડિરેક્શન : રાજકુમાર ગુપ્તા 
  • લેખક : રાજકુમાર ગુપ્તા 

શું છે વાર્તા ? :
આ ફિલ્મ ભારતના અજાણ જાંબાઝોને સમર્પિત છે. દાયકા પહેલાં ભારતમાં યાસિન ભટકલ નામના આતંકીએ બ્લાસ્ટ કરીને હાહાકાર મચાવી દીધો છે. આ આતંકીને પકડવાનું બીડું ઝડપ્યું છે પ્રશાંત કપૂર (અર્જુન કપૂર) અને તેની ટીમે. તેઓ ટેરરિસ્ટનો ગેટઅપ ધારણ  કરીને નેપાળમાં દાખલ થાય છે અને ભારતના ઓસામા બીન લાદેનને જીવતો પકડે છે. 

કેવી છે ફિલ્મ અને એક્ટિંગ ?
આ ફિલ્મમાં રાજકારણ, આતંકવાદ અને દેશ માટે કંઈક કરવા ઇચ્છતા જાંબાઝોની રસપ્રદ સ્ટોરી વણવામાં આવી છે. ફિલ્મની વાર્તા રસપ્રદ છે પણ એમાં જરૂરી પંચ નથી. ફિલ્મમાં અર્જુન એવો ઇન્ટેલિજન્સ ઓફિસર બન્યો છે જે RAW કરતા પણ સારું કામ કરે છે. અર્જુન પોતાની ટીમ સાથે મલીને કોઈ પુર્વતૈયારી વગર નેપાળમાં ઘુસીને ભારતના ઓસામા બીન લાદેનને જીવતો પકડી લાવે છે. આ સ્ટોરી થોડી ડ્રામેટિક લાગે છે. જોકે કેટલાક વળાંક ગળે ઉતરતા નથી. આમ, આ ફિલ્મ એક સરેરાશ ફિલ્મ છે. 

ફિલ્મમાં એક્ટિંગના મુદ્દાની વાત કરીએ તો આ સૌથી નબળું પાસું છે. ફિલ્મમાં અર્જુન એકધારા એક્સપ્રેશન આપે છે. તે મોટાભાગનો સમય ફોન પર ચવાયેલા ડાયલોગ બોલતો રહે છે. સાથી કલાકારો થોડા મજબુત છે પણ અર્જુનની એક્ટિંગ ફિલ્મને ડુબાડી દે છે. 

જોવાય કે નહીં?
જો તમને ડોક્યુમેન્ટ્રી સ્ટાઇલની 'રિયલ' ફિલ્મ જોવામાં રસ હોય તો આ ફિલ્મ તમારા કામની છે. આ ફિલ્મ બનાવવાનો હેતુ સારો છે પણ એનો અમલ યોગ્ય રીતે નથી થયો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news