હસીન જહાં એ પોસ્ટ કર્યો એવો ફોટો, લોકોએ કહ્યું- 'આજ કારણે રિલેશન તૂટી જાય છે'
હસીને હવે એક નવો ફોટો શેર કર્યો છે. આ ફોટોને લઈને પણ તેમને લોકો પાસેથી સારું ખરાબ સાંભળવું પડી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે. લોકો શમીને લઈને ઘણી વખત હસની જહાંને ટ્રોલ કરતા રહે છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે લોકોનું ધ્યાન શમીની પત્નીએ એકવાર ફરી ખેંચી લીધું છે. હસીને હવે એક નવો ફોટો શેર કર્યો છે. આ ફોટોને લઈને પણ તેમને લોકો પાસેથી સારું ખરાબ સાંભળવું પડી રહ્યું છે.
હસીન જહાંએ પોસ્ટ કરી બેકલેશ ફોટો
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર બેકલેસ પોઝમાં ફોટોઝ શેર કર્યો છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે તેમણે 4 કિલો વજન ઘટાડ્યું છે. હસીન જહાંની આ તસવીરને ઘણા પ્રશંસકોએ ઘણી પસંદ કરી, પરંતુ અમુક લોકોએ ફિગર મેન્ટેન કરવાની સલાહ આપી હતી. તેના સિવાય એક યૂઝરે તો હસીનને એટલે સુધી કહી દીધું કે આ જ કારણથી સંબંધો તૂટી જાય છે.
હસીન જહાંએ કર્યા 2 લગ્ન
મોહમ્મદ શમી સાથે વિવાદના કારણે હસીન જહાં ઘણા સમયથી પોતાની પુત્રીની સાથે અલગ રહે છે. મોહમ્મદ શમી અને હસીન વચ્ચે વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, બન્ને વચ્ચે હજુ છૂટાછેડા થયા નથી. જાણવા મળી રહ્યું છે કે વર્ષ 2002માં હસીનને એક દુકાનદાર સાથે પ્રેમ થયો હતો, જેનું નામ શેખ સેફૂદ્દીન હતું. તે વખતે હસીન 10મા ધોરણમાં ભણતી હતી. હસીન જહાંએ પરિવાર વિરુદ્ધ જઈને તેજ વર્ષમાં સૈફૂદ્દીન સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન વધારે સમય ટકી શક્યા નહોતા. હસીન અને સૈફૂદ્દીનનો વર્ષ 2010માં તલાક થયા. હસીન અને સૈફૂદ્દીનના 2 બાળકો પણ છે, જે પોતાના પિતાની પાસે રહે છે.
બન્ને વચ્ચે મોટો ઝઘડો
તમને જણાવી દઈએ કે 2018માં મોહમ્મદ શમી પર તેમની પત્ની હસીન જહાંએ લગાવેલા મારપીટ, રેપ, હત્યાની કોશિશ અને ઘરેલૂ હિંસા જેવા આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરાવી હતી. હસીન જહાં એ શમી અને તેમના ભાઈ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવી હતી. શમી વિરુદ્ધ આઈપીસીની કલમ 498 એ (દહેજ ઉત્પીડન) અને કલમ 354 (યૌન શોષણ) હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો, જ્યારે તેમના ભાઈ હાસિદ અહમદ પર કલમ 354 (યૌન શોષણ) હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો.
કેકેઆરની ચીયરલીડર હતી હસીન જહાં
અત્રે નોંધનીય છે કે, મોહમ્મદ શમીએ 6 જૂન 2014એ કોલકાતાની મોડલ હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. હસીન એક મોડલ હતી. ત્યારબાદ હસીન કોલકાતા નાઈટ રાઈડર્સની એક ચીયરલીડર બની. તે દરમિયાન બન્ને વચ્ચે મુલાકાત થઈ અને બન્ને જણાં એક બીજાને દિલ આપી બેઠા હતા. પછી શમીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. શમી 17 જુલાઈ 2015ના રોજ એક પુત્રીના પિતા પણ બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે