કઈ ઘંટીનો લોટ ખાય છે આ હીરો? બે સુપરહીટ ફિલ્મ બાદ વજન એટલુ વધ્યુ કે લોકો એરપોર્ટ પર ઓળખી ન શક્યા

ગત અનેક વર્ષોથી લાઈમલાઈટથી દૂર રહેનાર ઉદય ચોપરા મુંબઈ એરપોર્ટ પર તાજેતરમાં સ્પોટ થયો હતો. પરંતુ લોકો તેને પહેલી નજરથી ઓળખી શક્યા ન હતા

કઈ ઘંટીનો લોટ ખાય છે આ હીરો? બે સુપરહીટ ફિલ્મ બાદ વજન એટલુ વધ્યુ કે લોકો એરપોર્ટ પર ઓળખી ન શક્યા

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડમાં વર્ષોથી એક એક્ટર ગાયબ છે, આ એક્ટર અન્ય કોઈ નહિ પણ મોહબ્બતે અને ધૂમ જેવી ફિલ્મોમાં ફેમ મેળવી ચૂકેલ ઉદય ચોપરા છે. ગત અનેક વર્ષોથી લાઈમલાઈટથી દૂર રહેનાર ઉદય ચોપરા મુંબઈ એરપોર્ટ પર તાજેતરમાં સ્પોટ થયો હતો. પરંતુ લોકો તેને પહેલી નજરથી ઓળખી શક્યા ન હતા. કારણ કે તેનો લુક ચોંકી જવાય તેવો હતો.

ઓળખવો મુશ્કેલ બન્યો ઉદય
મુંબઈ એરપોર્ટ પર ઉદય ચોપરાને જોઈે કોઈને પણ ઓળખવો મુશ્કેલ બની રહ્યુ હતું. તમે પણ આ તસવીર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે તે મોહબ્બતે ફિલ્મમાં ચમકેલો એક્ટર ઉદય ચોપરા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Elite (@eliteshowbiz)

ઓવરસાઈઝ જોઈને ચોંક્યા લોકો
આ લેટેસ્ટ તસવીરોમાં ઉદય ચોપરાનું વજન અનહદ વધી ગયુ છે. એક્ટરે એટલુ વધુ વજન વધાર્યુ છે કે તે અજીબ લાગી રહ્યો છે. તસવીરોમાં તેણે ડેનિમ જિન્સની સાથે ગ્રે કલરની ટીશર્ટ અને શૂઝ પહેર્યાં છે. શાનદાર લૂક માટે તેણે યલ્લો કલરના ગોગલ્સ પહેર્યાં છે. તેણે હાથમાં ફાઈલ પણ પકડેલી છે. તો ખભા પર ટ્રાવેલ બેગ લટકાવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news