MISSION IMPOSSIBLE 7 માં Tom Cruise સાથે જોવા મળશે 'બાહુબલી' PRABHAS! જાણો શુું છે સત્ય

પ્રભાસ ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોસિબલમાં સાથે કામ કરશે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેણે ભારે ચર્ચા જગાવી છે.

MISSION IMPOSSIBLE 7 માં Tom Cruise સાથે જોવા મળશે 'બાહુબલી' PRABHAS! જાણો શુું છે સત્ય

નવી દિલ્લીઃ હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેણે ભારે ચર્ચા જગાવી છે. કારણકે આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ બાહુબલીથી દુનિયાભરમાં લાઈમલાઈટમાં આવેલો તેલુગૂ સુપરસ્ટાર પ્રભાસ આગામી સમયમાં હોલિવુડની ફિલ્મમાં જોવા મળશે. આ હોલિવુડ ફિલ્મમાં તેઓ કોના સાથે કામ કરશે, તે જાણી તમે પણ ઉત્સાહિત થઈ જશો.

No description available.

ફિલ્મ બાહુબલીએ સફળતાના એવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે જેના કારણે પ્રભાસ હવે ભારતના જાણીતા સુપરસ્ટાર્સની હરોળમાં સામેલ થઈ ગયો છે. ભારતમાં જો આ સમયે સૌથી પ્રખ્યાત સ્ટાર્સની વાત કરીએ તો તેમાં તેલુગૂ સુપરસ્ટાર પ્રભાસનું નામ જરૂરથી લેવામાં આવે છે. 'બાહુબલી'ની સફળતા બાદ પ્રભાસની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચી ચુકી છે. હાલના રિપોર્ટની વાત કરીએ તો પ્રભાસ હોલિવુડની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ-7માં સુપરસ્ટાર ટોમ ક્રૂઝ સાથે જોવા મળશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. સોશલ મીડિયા પર પણ આ પ્રકારના સમાચારોને લઈને એક પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છેકે, પ્રભાસ ટોમક્રૂઝ સાથે મિશન ઈમ્પોસિબલની નેક્ટ સિરિઝમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રભાસ મિશન ઈમ્પોસિબલ 7માં મોટો રોલ ભજવી શકે છે. જો કે પ્રભાસ અથવા મિશન ઈમ્પોસિબલની ટીમ તરફથી આ પ્રકારની કોઈ પણ ખબરની પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે આ વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 'મિશન ઈમ્પોસિબલ 7'ના ડિરેક્ટર ક્રિસ્ટોફર મૈકેરીએ આ વાતની પુષ્ટિ કરી છે કે પ્રભાસ તેમની ફિલ્મમાં જોવા મળશે. એક ઇન્ડિયન ફેન હોવાને નાતે આપણે તો એવી જ આશા રાખીએ કે આ સમાચારો સાચા હોય અને આપણો બાહુબલી હોલીવુડની ફિલ્મમાં જઈને ધૂમ મચાવે.

No description available.

રિપોર્ટમાં આગળ દાવો કરવામાં આવ્યો છે કે પ્રભાસ 'મિશન ઈમ્પોસિબલ 7'ની ટીમ સાથે તે સમયે મુલાકાત કરી હતી, જ્યારે તેઓ પોતાની આવનારી ફિલ્મ 'રાધે શ્યામ'નું શૂટિંગ ત્યાં કરી રહ્યાં હતા. કહેવાય છે કે ડિરેક્ટર મૈકેરીએ પ્રભાસને ત્યાં સ્ક્રિપ્ટનું નરેશન પણ આપ્યું હતું. જો આ રિપોર્ટમાં જણાવેલી વાત સાચી હશે તો પ્રભાસનું નામ તે ભારતીય સ્ટાર્સની સૂચીમાં સામેલ થશે, જેઓ હોલિવુડ અથવા આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં જોવા મળશે.

પ્રભાસ અને ટોમ ક્રૂઝ એક ફિલ્મમાં એક સાથે દેખાવાના છે એવા ચર્ચાએ સોશલ મીડિયામાં ભારે ઓહોપોહ મચાવ્યો. જોકે, ત્યાર બાદ હોલીવુડના સ્ક્રિપ્ટ રાઈટર અને ડાયરેક્ટર Christopher McQuarrie એ ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરવાની જરૂર પડી. તેમણે ટ્વીટ કરીને જવાબ આપ્યોકે, ભારતની સમાચાર ચેનલોમાં અને કેટલીક ન્યૂઝ એજન્સીમાં આ પ્રભાસ અંગેની ખબર પ્રસારિત થઈ છે. જોકે, પ્રભાસ એક ખુબ જ ટેલેન્ટેડ એક્ટર છે પણ હું તેને ક્યારેય મળ્યો નથી. અને આ જે ચર્ચા હાલ સોશલ મીડિયામાં ચાલી રહી છે તે સાવ વ્યર્થ અને પાયાવિહોળી છે.

Welcome to the internet. https://t.co/mvVFP6N4zV

— Christopher McQuarrie (@chrismcquarrie) May 26, 2021

આપને જણાવી દઈએ કે આ પહેલાં મિશન ઈમ્પોસિબલની છેલ્લી ફિલ્મમાં અનિલ કપૂરે નાનકડી ભૂમિકા ભજવી હતી. અન્ય હોલીવુડ ફિલ્મોની વાત કરીએ તો, આગામી સમયમાં રજનીકાંતના જમાઈ અને સાઉથના સુપર સ્ટાર ધનુષ ફિલ્મ 'ધ ગ્રે મેન'માં જોવા મળશે. જેમાં ક્રિસ ઈવન્સ અને રેયાન ગોસલિંગ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આગામી સમયમાં પ્રિયંકા ચોપડા રીવ્સના લીડ રોલવાળી ફિલ્મ 'મેટ્રિક્સ 4'માં અને મિરઝાપુર વેબસિરિઝથી ચર્ચામાં આવેલો અલી ફૈઝલ 'ડેથ ઓન ધ નાઈલ'માં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news