ટોમ ક્રૂઝની ‘Mission Impossible 7’ એ 5 દિવસમાં જ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ

Tom Cruise ની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ'એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે 5 દિવસમાં એટલું કલેક્શન કર્યું છે કે તે ટૂંક સમયમાં 100 કરોડના આંકડાને સ્પર્શી શકે છે. જાણો આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલું કલેક્શન કર્યું છે.

ટોમ ક્રૂઝની ‘Mission Impossible 7’ એ 5 દિવસમાં જ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ

Mission Impossible 7 Day 5: આ વખતે ટોમ ક્રૂઝ બોક્સ ઓફિસ પર એવી 'મિશન ઈમ્પોસિબલ 7' લઈને આવ્યા છે કે તેમની સામે કોઈ પણ ફિલ્મનું ટકી રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. ટોમ ક્રૂઝની ફિલ્મના વાવાઝોડાને કારણે અગાઉ જે ફિલ્મો રિલીઝ થઈ હતી તે તમામને પણ નુકસાન થયું છે. આ ફિલ્મને રિલીઝ થયાને 6 દિવસ થયા છે અને 5માં દિવસે કલેક્શન ચોંકાવનારું છે. 

5માં દિવસે લગભગ 17 કરોડનું કલેક્શન
ટોમ ક્રૂઝની 'મિશન ઈમ્પોસિબલ 7'ના કલેક્શનમાં પાંચમા દિવસે આગ લાગી ગઈ છે! તેનું પાંચમા દિવસનું કલેક્શન તેની રિલીઝ પછી અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ ફિલ્મે રવિવારે એટલે કે 5માં દિવસે લગભગ 17 કરોડનું કલેક્શન કર્યું છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tom Cruise (@tomcruise)

ચાર દિવસમાં આટલું કલેક્શન
છેલ્લા ચાર દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 12 કરોડ 3 લાખ, બીજા દિવસે 8 કરોડ 75 લાખ, ત્રીજા દિવસે 9 કરોડ 15 લાખ અને ચોથા દિવસે 16 કરોડનું કલેક્શન કર્યું હતું. 5માં દિવસે લગભગ 17 કરોડનું કલેક્શન આ ફિલ્મે અત્યાર સુધીમાં 5 દિવસમાં કુલ 63.2 કરોડનું કલેક્શન કર્યું છે.

વિશ્વભરમાં 1000 કરોડનો આંકડો કર્યો પાર
ટોમ ક્રૂઝની આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ દુનિયાભરમાં કમાણી કરી રહી છે. આ સ્પીડ જોઈને લાગે છે કે તે ભારતમાં ટૂંક સમયમાં 100 કરોડનો આંકડો પાર કરી જશે. બીજી તરફ વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો ટોમ ક્રૂઝની આ ફિલ્મે 5 દિવસમાં 1000 કરોડનું કલેક્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7'ની રિલીઝ પછી તરત જ 'સત્યપ્રેમ કી કથા' અને 'જી કરદા'ના કલેક્શનમાં બ્રેક લાગી ગઈ છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tom Cruise (@tomcruise)

આ પણ વાંચો:
કેદારનાથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય
આ રાજ્યો માટે વરસાદની આગાહી, કાલથી 3 દિવસ મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે

મહત્વના કામ માટે જતા હોય ત્યારે ગાયને રોટલીમાં હળદર મુકી ખવડાવી દો, કાર્ય થશે સફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news