Malaika Arora નાનકડા ડ્રેસ પર થઇ ટ્રોલ, તો પોતાને જેનિફર લોપેજ અને રિહાના સાથે કરી તુલના!
મલાઇકા અરોડા ગત મહિને રિતેશ સિદવાનીની હોસ્ટ કરવામાં આવેલી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની પાર્ટીમાં કંઇક આ પ્રકારે પહોંચી કે તેના ચર્ચા પુરી સોશિયલ મીડિયા પર થવા લાગી. પોતાની BFF ગેંગ (કરીના, કરિશ્મા અને અમૃતા) ની સાથે જ્યારે તે પાર્ટીમાં પહોંચી તો બધાની નજર અને કેમેરો તેમના પર અટકી ગયો.
Trending Photos
નવી દિલ્હી: મલાઇકા અરોડા ગત મહિને રિતેશ સિદવાનીની હોસ્ટ કરવામાં આવેલી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નની પાર્ટીમાં કંઇક આ પ્રકારે પહોંચી કે તેના ચર્ચા પુરી સોશિયલ મીડિયા પર થવા લાગી. પોતાની BFF ગેંગ (કરીના, કરિશ્મા અને અમૃતા) ની સાથે જ્યારે તે પાર્ટીમાં પહોંચી તો બધાની નજર અને કેમેરો તેમના પર અટકી ગયો. કારણ કે તે એકદમ સુંદર લાગી રહી હતી. પરંતુ તેમના પારદર્શક કપડાંના લીધે તેમને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવી. જેને લઇને મલાઇકાએ આકરો જવાબ આપ્યો છે.
મલાઇકાએ હોલીવુડ સેલેબ્સ સાથે કરી તુલના
રિએલિટી શો જજ મલાઇકા અરોરાએ આ પાર્ટીમાં શીયર એબ્રોડરીવાળો ડ્રેસ પહેર્યો હતો. મલાઇકાના અનુસાર લોકો જેનિફર લોપેજ અને રિહાના જેવા હોલીવુડ સુપરસ્ટાર્સ પર આ પ્રકારના કપડાં પસંદ કરે છે, પરંતુ જો ઇન્ડીયન સેલેબ્સ કંઇક આ પ્રકારે કપડાં પહેરે છે તો તેમને જજ કરે છે.
લોકોએ કહ્યું 'પાખંડી'
અમારી સહયોગી વેબસાઇટ ડીએનએ અનુસાર મલાઇકા અરોરા એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે તે બસ આટલું જ સાંભળી શકતી હતી કે આ ડ્રેસ શાનદાર લાગી રહ્યો હતો. તેમનું માનવું છે કે લોકો ખૂબ પાખંડ હોય છે. તમે રિહાનાને જોશો, તમે જેલો (જેનિફર લોપેજ) અથવા બેયોન્સેને જોશો અને તમે કહી ઉઠશો, વાહ! હું પણ તેમને પ્રેમ કરું છું! તેની આગળ મલાઇકાએ કહ્યું કે તે માને છે કે આ તમામ તે મહિલાઓ છે જેમને રોલ પ્રેરિત કરે છે. પરંતુ તો બીજી તરફ એ જ કામ હું કરીશ તો તેમની પ્રશંસ કરનાર કહેશે, 'તે શું કરી રહી છે? આપણે પાખંડી નથી જોઇતા?
બેવડા માપદંડ પર કહી આ વાત
તેમણે એ પણ કહ્યું જો અહીં લોકો કોઇ બીજાનો ડ્રેસ જોઇને પ્રશંસા કરે છે, તો બીજી તરફ લોકો તેમની પ્રશંસા કરતા નથી અને તેને ઇન્ટરનેશનલ રીતે કેમ જોતા નથી? આ બેવડા માપદંડ કેમ છે? મલાઇકા જ્યાં ટ્રોલ્સમાં વિશ્વાસ ધરાવતી નથી, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પહેલીવાર આવી ભદ્દી કોમેન્ટ્સથી પ્રભાવિત થવાની વાત તેમને સ્વિકારી છે.
પરેશાન થઇ ગઇ મલાઇકા
આ વખતે ટ્રો થવા વિશે જણાવતાં તેમણે કહ્યું કે કોઇ જો દાવો કરે છે કે ટ્રોલ થવાથી તે પરેશાન થઇ નથી તે ખોટું બોલે છે અથવા છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વ્હોટ ધ હેલ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે